<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th May 2024

મોરબીમાં હત્યાનો પ્રયાસ કરવાના કેસમાં આરોપીને સાત વર્ષની સખ્ત કેદ.

 

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીના સામાકાંઠે વૃદ્ધ સાથે પ્લોટ બાબતે માથાકૂટ કરી ગાળો આપી છરીથી ઈજા કરી મારી નાખવાના ઈરાદે છરી વડે પેટમાં જમણી બાજુએ છાતીની નીચેના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવવાની કોશિશ કરવામાં આવી હોય જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવીને સાત વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.


ગત તા. ૦૩-૧૨-૨૦૧૮ ના રોજ ફરિયાદી કાનજીભાઈ કુંવરજીભાઈ બારેજીયા નિત્ય ક્રમ મુજબ વરિયા માતાજીના મંદિરે સો ઓરડીમાં ગયા હતા જ્યાં દર્શન કરી આવતા હોય ત્યારે મોટા દીકરા શંકરભાઈના નામે લવજીભાઈ હીરાભાઈ ઉભડીય પાસેથી ચાર વર્ષ અગાઉ ત્રાજપર ગામના રેવન્યુ સર્વે નં ૫૭ પૈકીની બિનખેતી રહેણાંક હેતુ પ્લોટ પાડેલ જેમાં પ્લોટ નં ૨૦ વેચાણ દસ્તાવેજ થી ખરીદ કર્યો હતો જે પ્લોટમાં જતા સો ઓરડીમાં રહેતા બેચર જગજીવનભાઈ બ્રાહ્મણ સીએનજી રીક્ષા લઈને આવ્યો અને પ્લોટ બાબતે અમે દાવો દાખલ કરેલ છે કોર્ટમાં કેસ ચાલુ છે અને બેચરભાઈએ કહ્યું કે પ્લોટ મારા સાળા ભરતભાઈ જોશીનો છે કહીને ગાળો બોલી છરી કાઢી પેટના ભાગે જીવલેણ ઈજા પહોંચાડી હતી જે બનાવ મામલે બી ડીવીઝન પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો.
    જે અંગેનો કેસ બીજા એડીશનલ સેશન્સ જજ વિરાટ એ બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ, મોરબી સંજયભાઈ દવેએ કોર્ટમાં આરોપી વિરુદ્ધ ૧૨ મૌખિક પુરાવાને ૨૩ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી બેચર જગજીવન ચાઉંને કસુરવાન ઠેવ્યો હતો જેમાં આઈપીસી કલમ ૫૦૪ ના ગુનામાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે તો આઈપીસી કલમ ૩૦૭ મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવી સાત વર્ષની સખ્ત સજા અને રૂ ૫૦ હજાર દંડ તેમજ દંડ ના ભરે તો વધુ ૨ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૨૪ મુજબના ગુનામાં ૧૮ માસની સાદી કેદની સજા અને ૫ હજાર દંડ તેમજ દંડ ના ભરે તો વધુ ૩ માસની કેદની સજા ફટકારી છે


 

(12:21 AM IST)