<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th May 2024

મોરબી: જય વેલનાથ ઠાકોર સમાજ ત્રાજપર આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઠાકોર ઈલેવન શનાળા ચેમ્પિયન.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીમાં કોળી સમાજના યુવાનોને ક્રિકેટ ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે જય વેલનાથ ઠાકોર સમાજ ત્રાજપર દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં ઠાકોર ઈલેવન શનાળાની ટીમ ફાઈનલમાં વિજેતા થઈ હતી.

   જય વેલનાથ ઠાકોર સમાજ ત્રાજપર આયોજિત ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં 16 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઈનલ મેચ ઠાકોર ઈલેવન શનાળા અને ધમલપર ઈલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં શાનદાર દેખાવ કરીને ઠાકોર ઈલેવન શનાળાની ટીમે ફાઈનલ મેચમાં વિજય મેળવ્યો હતો. વિજેતા ટીમના કેપ્ટન સુરેશભાઈ કગથરા અને રનર્સઅપ ટીમના કેપ્ટન રવજીભાઈ અબાસણીયાને ટ્રોફિ એનાયત કરવામાં આવી હતી. સમગ્ર આયોજન સંજયભાઈ બાવરવા (ધોની)ના માર્ગદર્શન હેઠળ કરાયું હતું


 

(11:54 PM IST)