<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

મોરબી નગરપાલિકાએ નાલાની સફાઈ માટે કાર્યવાહી ના કરતા કલેકટરને રજૂઆત

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીના નાસ્તા ગલી વાળી શેરીમાં ગંદકીથી પરેશાન વેપારીઓએ નગરપાલિકા તંત્રને રજૂઆત કરી હતી જોકે નીમ્ભર તંત્રએ હમેશાની જેમ કોઈ કાર્યવાહી કરી ના હોય જેથી નારાજ વેપારીઓએ આજે કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરી છે.

     મોરબીના નાસ્તા ગલી વેપારી મિત્ર મંડળે કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે બુઢાબાવા વાળી લાઈનમાં નાલાના પાણીની સમસ્યાથી વેપારીઓ પરેશાન છે જે સમસ્યા મામલે તાજેતરમાં નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરાઈ નથી અને પાણીનો નિકાલ થયો નથી તેમજ ગંદુ પાણી વધતું હોવાથી અત્યંત દુર્ગંધ આવે છે અને દુકાનમાં અંદર સુધી આવી જતા હોય જેથી વેપાર-રોજગાર બંધ રાખવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે જેથી રૂબરૂ પધારી સ્થિતિ નિહાળવા અને સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા માંગ કરી છે.


 

(12:38 AM IST)