<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

મોરબી : પતિ સાથે ઝઘડો થતા પત્ની ઘરેથી નીકળી ગઈ, ૧૮૧ ટીમે સુખદ મિલન કરાવ્યું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં કામ અર્થે આવેલ પરપ્રાંતીય પરિણીતાને પતિ સાથે ઝઘડો થતા ઘરેથી નીકળી ગઈ હતી જેથી ૧૮૧ ટીમ મદદ માટે દોડી ગઈ હતી અને મહિલાને સમજાવી પતિ સાથે પરત મોકલી હતી.

    મોરબી ૧૮૧ ટીમને એક સજ્જનનો કોલ મળ્યો હતો કે એક મહિલાને મદદની જરૂર છે જેથી ૧૮૧ ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ રંજનબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ સહિતની ટીમ દોડી ગઈ હતી જે મહિલા ક્યારના એકલા બેઠા હોય તેમજ રોતા હોય જેથી મહિલાને સાંત્વના આપી કાઉન્સિલિંગ કરતા જણાવ્યું હતું કે તેઓ એમ.પીના વતની છે અહી ફેકટરીમાં કામ કરવા માટે પતિ સાથે આવ્યા છે પરંતુ પતિ સાથે ઝઘડો થતા પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા.
      જેથી મહિલાને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને હવે પછી પતિને જાણ કર્યા વગર ઘરેથી નહિ નીકળે તેવી સમજાવટ કરી હતી તેમજ પતિનું સરનામું મેળવી પતિને સોપી હતી ત્યારે પતિએ પણ હવે પત્નીનું ધ્યાન રાખશે તેમ જણાવી ૧૮૧ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

(12:39 AM IST)