<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

મોરબી શહેરમાં સોમવારથી એકાંતરા પાણી વિતરણ કરાશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી શહેરની પાણી વિતરણ વ્યવસ્થા નર્મદા કેનાલ આધારિત રહેવાની હોવાથી સોમવારથી શહેરમાં એકાંતરે એક વખત માટે પાણીનું વિતરણ કરાશે

     સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-૨ ડેમ દરવાજાના સમાર કામ માટે ખાલી કરેલ હોવાથી હાલે મોરબી શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સૌની યોજના અંતર્ગત નર્મદા કેનાલ આધારિત રહેવાની હોય તા.-૨૦-૦૫-૨૦૨૪ ને સોમવારથી શહેરમાં એકાંતરે એક વખત માટે નગરપાલિકા તરફથી પાણી આપવામાં આવશે. જેથી પાણી નો બગાડ/દુર ઉપયોગ ન થાય તે મુજબ પાણી ઉપયોગ કરવા શહેરીજનોને વિનંતી કરવામાં આવી છે તા.૨૦-૦૫-૨૦૨૪ ને સોમવારથી એકાંતરે એક વખત પાણી આપવામાં આવશે જેની શહેરીજનોને નોંધ લેવા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર ડી. વી. ડોબરીયાની યાદીમાં જણાવાયું છે.

(12:40 AM IST)