News of Sunday, 19th May 2024
મોગલધામ દર્શન કરીને પરત ફરતા ગીર સોમનાથ જીલ્લાના પ્રશ્નાવડા ગામના હિંમત રામા જાધવ અને નખત્રાણાના પ્રોબેશનલ એએસઆઈ વૈશાલીબેન નરેન્દ્ર રાઠોડનું મોત થતા ગાર્ડ ઓફ ઓનર અપાયુ : નાના એવા ગામમાં ભારે શોક છવાયો
હમણાં જાન્યુઆરીમાં જ લગ્ન થયા હતા : ટ્રક ચાલકે તે લેતા દંપતીના મોત નીપજતા અરેરાટી

(દિપક કકકડ દ્વારા)વેરાવળ તા.૧૯ : મોગલધામ દર્શન કરીને પરત ફરતા ગીર સોમનાથ જીલ્લાના પ્રશ્નાવડા ગામના હિંમત રામા જાધવ અને નખત્રાણાના પ્રોબેશનલ એએસઆઈ વૈશાલીબેન નરેન્દ્ર રાઠોડનું મોત થતા ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતું. નાના એવા ગામમાં ભારે શોક છવાયો છે.
કચ્છમાં વધતાં જતાં માર્ગ અકસ્માતને પગલે રકતરંજિત બનતાં રાજમાર્ગો વાહનચાલકો માટે ભય અને ચિંતા નું કારણ બન્યા છે.કાલે ભુજ નજીક કમકમાટી ભર્યો માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભચાઉ ભુજ હાઈવે ઉપર ધાણેટી ગામ પાસેના વાધેશ્વરી પેટ્રોલપંપ નજીક સર્જાયેલા અકસ્માતમાં ગીર સોમનાથના હિંમત રામા જાધવ ઉં.૨૭, તથા વૈશાલી નરેન્દ્ર રાઠોડ ઉં.૨૮ ના મોત થયા હતા. બન્ને એક્ટીવા પર મોગલધામ (કબરાઉ, ભચાઉ) થી દર્શન કરી પરત ફરતા હતા.
ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જી.જે-૧૨-બીએક્સ-૩૮૩૮ નંબરની ટ્રક એ ટક્કર મારતા બન્નેનુ અરેરાટીભર્યું મોત નિપજ્યું હતુ. આ અકસ્માત સંદર્ભે પધ્ધર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મૃતક બન્નેના તાજેતરમા જ જાન્યુઆરી મહિનામા લગ્ન થયા હતા.પ્રાથમિક જાણકારી મુજબ મહિલા વૈશાલી રાઠોડ કચ્છમાં નખત્રાણાના પ્રોબેશનલ એએસઆઈ તરીકે
નોકરી કરતા હતા.
૧૦૮ મારફતે તમામને ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાયા બાદ પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
