News of Sunday, 19th May 2024
ભાવનગરમાં હીટ વેવ: 44.6 ડીગ્રી :ગોહિલવાડ પંથકમાં સિઝનની સૌથી મહત્તમ ગરમી નોંધાતા લોકો ત્રાહિમામ
રવિવારે રજાનો દિવસ હોવા છતાં જ લોકો અગન વર્ષાને કારણે ઘરમાં જ પુરાઈ રહ્યા: ગરમીને કારણે રસ્તાઓ સુમસાન ભાસતા હતા.

ભાવનગર : ગોહિલવાડ પંથકમાં આજે સિઝનની સૌથી મહત્તમ ગરમી નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. આજે રવિવારે રજા નો દિવસ હોવા છતાં જ લોકો અગન વર્ષા ને કારણે ગ ઘરમાં જ પુરાઈ રહ્યા હતા. ગરમીની જનજીવન ઉપર ભારે અસર દેખાઈ હતી. ગરમીને કારણે રસ્તાઓ સુમસાન ભાસતા હતા.
ભાવનગર શહેરમાં આજે સીઝન ન હાઈએસ્ટ ગરમી 44 . 6 ડિગ્રી નોંધાય છે. આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 44.6 ડિગ્રી નોંધાયું હતું જ્યારે આજનું લઘુત્તમ તાપમાન 29.0 ડિગ્રી રહેવા પામ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 22% રહ્યું છે જ્યારે પવનની ઝડપ 12 કિ.મી પ્રતિ કલાકની રહેવા પામી હતી.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
