<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

મોરબીમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં ચાર માસથી નાસતો ફરતો શખ્શ ઝડપાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા ચારેક માસથી બે ગુનામાં નાસ્તા ફરતા ઈસમને પેરોલ ફર્લો સ્કવોડ મોરબી ટીમે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

    મોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન એ ડીવીઝન પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂના બે ગુનામાં નાસતો ફરતો આરોપી અલ્તાફ હાજી ખોડ રહે મોરબી જોન્સનગર વાળો જોન્સનગર રાજા નામની પાનની દુકાને હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પરથી આરોપી અલ્તાફ ખોડ (ઉ.વ.૨૦) વાળાને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે એ ડીવીઝન પોલીસ મથકને સોપ્યો છે.


 

(10:53 PM IST)