News of Sunday, 19th May 2024
મોરબી :માતાએ રૂપિયા આપવાની ના કહેતા પુત્રએ પિતાને માર માર્યો, માતા-બહેનને ધમકી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના વાવડી રોડ પર રહેતા પુત્રએ માતા પાસે પૈસા માંગતા માતાએ ઇનકાર કર્યો હતો જેથી પુત્રએ પિતાને ધોકા વડે માર મારી તેમજ માતા અને બહેનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વાવડી રોડ પર કારિયા સોસાયટીમાં રહેતા માકઈબેન મેઘાભા જુવ (ઉ.વ.૫૦) નામની મહિલાએ આરોપી પુત્ર અજીત મેઘાભા ગઢવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તા. ૧૮ ના રાત્રીના સુમારે ફરીઅડી માકઈબેન, દીકરી રંજન અને પતિ મેઘાભા ત્રણેય ઘરે હતા ત્યારે દીકરો અજીત જે કઈ કામધંધો કરતો નથી તેને આવી માતા પાસે રૂપિયા માંગ્યા હતા જેથી માતાએ રૂપિયા નથી કહેતા ગાળો બોલવા લાગ્યો હતો અને પતિએ દીકરા અજીતને ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાઈ જઈને ઝઘડો કરવા લાગ્યો હતો જેમાં પુત્ર અજીત પિતાને માર મારવા લાગ્યો હતો અને લાકડાના ધોકા વડે અજીતે પિતાને પગમાં બે ધોકા માર્યા હતા તેમજ ફરિયાદી માતા અને દીકરી રંજન બંનેએ છોડાવ્યા હતા ત્યારે દીકરો પતિને કહેવા લાગ્યો કે જો હવે રૂપિયા આપવાની ના પાડી તો તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
આમ ફરિયાદી, તેના પતિ મેઘાભા અને દીકરી રંજનબેન બધા ઘરે હોય ત્યારે દીકરો અજીત રૂપિયા આપો કહેતા માતાએ રૂપિયા આપવાની ના પાડતા ગાળો બોલી આરોપી અજીતે પિતાને ધોકા વડે માર મારી તેમજ માતા અને બહેનને ગાળો આપી ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
