<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

ભાવનગર નજીક વાડીમાંથી ૧૮૦ પેટી દારૂ સાથે સુરેશ લાધવા ઝડપાયો : ૭ લાખનો મુદ્દામાલ જપ્‍ત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૧ : એલસીબી પોલીસ સ્‍ટાફ જિલ્લાના બગદાણા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી. રાળગોન તરફ જવાના રોડ પર આવેલ સુરેશ શાંતિલાલ લાધવા રહે રાણગોન તા. તળાજાની વાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્‍થો ઉતારવામાં આવ્‍યો છે. આ બાતમીના આધારે એલસીબી પોલીસે વાડીમાં દરોડો પાડી વાડીના રહેણાક મકાનમાં તપાસ કરતા નિણ રાખવાના રૂમમાં છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૧૬૦ બોટલ (૧૮૦ પેટી ) મળી આવી હતી.

એલસીબી ૧૮૦ પેટી ઇંગલિશ દારૂ કિંમત રૂ.૭,૧૨,૮૦૦ તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૭,૧૩,૩૦૦ના મુદ્દામાલ સાથે વાડીના માલિક સુરેશ શાંતિભાઈ લાધવા (રહે.રાળગોન,તા.તળાજા )ની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા વિદેશી દારૂનો આ જથ્‍થો આદિત્‍ય લાભશંકર જોશી (રહે.થાડચ, તા.પાલીતાણા ) એ ઉતાર્યો હોવાનું અને દારૂનો જથ્‍થો સાચવવા માટે તેણે વાપરવા માટે પૈસા આપશે તેવું કહેલ. એલ.સી.બી.પોલીસે બન્ને વિરૂદ્ધ બગદાણા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:06 AM IST)