તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Tuesday, 21st May 2024
વાંકાનેરમાં આચાર્ય પ્રશિક્ષણ વર્ગમાં ભારતમાતા કથા

વાંકાનેરઃ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ કચ્છ, સૌરાષ્ટ્ર સમભાગ આચાર્ય પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત વિદ્યાભારતીના વિદ્યાલયોમાં નવનિયુકત આચાર્યોનું પ્રશિક્ષણ વાંકાનેર શિશુ મંદિરમાં થઇ રહ્યું છે. ભારતમાથા કથા જે કથા દ્વારા આપણે સૌ ભારતીયો ભારત માતાના સંતાન છીએ અને મારી સમૃધ્ધિ અને વિકાસની અંદર મારા દેશનું શું યોગદાન રહેલું છે ? તે વિસરાય નહીં અને આપણો ગૌરવશાળી ઇતિહાસ શું હતો ? તે અંગે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશના શિક્ષણ પ્રકોષ્ઠ પ્રમુખ કનુભાઇ કરકરે કથાનું રસપાન કરાવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાભારતી પશ્ચિમ ક્ષેત્રના રાજસ્થાન પ્રાંતના અધિકારી રામ મનોહરજી તથા વિદ્યા ભારતી ગુજરાત પ્રાંતના પૂર્વ છાત્ર સમિતિના સંયોજક યોગેન્દ્રસિંહ ઝાલા તેમજ સ્થાનિક વિદ્યાભારતી ટ્રસ્ટના પ્રમુખ અમરશીભાઇ મઢવી તથા યુવા સંગઠનના પ્રમુખ મા. વિનુભાઇ રૂપારેલીયા તેમજ ટ્રસ્ટીગણની ઉપસ્થિતિ પ્રેરક રહી આ કથાની અંદર બહોળી સંખ્યામાં વાલીગણ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર-અહેવાલ : લિતેશ ચંદારાણા- વાંકાનેર)
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
