<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

આટકોટની પરવાડિયા હોસ્પિટલમાં દર્દીના પિત્તાશયમાંથી 120 પથરી કાઢવામાં આવી

લાંબા સમયથી પીડાતા દર્દીને મળી રાહત:દર્દી અને તેના પરિવારજનો દ્વારા ડોક્ટર્સની ટીમનો અને હોસ્પિટલ મેનેજમેન્ટનો આભાર માન્યો

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૧ : જસદણ તાલુકાના આટકોટમાં આવેલ શ્રી કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 65 વર્ષના દર્દીને અસહ્ય દુખાવો સતત રહેતો હોવાથી આટકોટ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. 

 સર્જન વિભાગના ડૉ.રાજ ગોધાણી દ્વારા દર્દીના તમામ  જરૂરી રિપોર્ટ  કરવામાં આવ્યા હતા ત્યારે દર્દીને પિત્તાશય માંથી 120 જેટલી પથરી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ દર્દીનું ઓપરેશન રાજ ગોધાણી તેમજ તેમની ટિમ તથા એનએસથેટિક ડૉ.હાર્દિક દુધાત્રા તેમજ તેમની ટીમ દ્વારા અત્યાધુનિક સાધનો અને ટેકનોલોજી માધ્યમથી સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું અને 120 જેટલી પથરી કાઢવામા આવી હત.

 આ ઓપરેશન ડૉ. નવનીત બોદર અને તેમની ટીમ દ્વારા આયુષ્માન કાર્ડ અંતર્ગત તદ્દન ફ્રી માં કરવામાં આવેલું. દર્દી અને પરિવારજનોએ આટકોટની કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની તમામ ડોક્ટર ટીમ તેમજ હોસ્પિટલના સ્વપ્ન દ્રષ્ટા ડોક્ટર ભરતભાઈ બોઘરાનો આભાર માન્યો હતો.

(11:26 AM IST)