તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Tuesday, 21st May 2024
ભાવનગરમાં ગરમીએ એકનો ભોગ લીધોઃ ગરમીનો સર્વત્ર પ્રકોપ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આખો દિવસ કાળઝાળ ગરમીથી લોકોની સાથો સાથ મુંગા પશુ, પક્ષીઓ પણ હેરાન

તસ્વીરમાં ગોંડલમાં તડકાથી બચવા યુવતિઓ મોઢાને રક્ષણ આપતી નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)
રાજકોટ, તા. ર૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરા તાપથી લોકોની સાથોસાથ મુ઼ંગા પશુ-પક્ષીઓ પણ હેરાન થઇ રહ્યા છે ત્યારે આકરા ઉનાળાએ ભાવનગરમાં એક વ્યકિતનો ભોગ લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ગોહિલવાડ પંથકમાં ગરમી નો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે ગરમીને કારણે બેભાન થતાં વધુ એક યુવાનનું મોત નિપજ્યું છે.
ભાવનગરમાં છેલ્લા બે દિવસથી ૪૪ પ્લસ ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. દરમિયાન ભાવનગરના અવાણીયા ગામમાં રહેતા મનસુખભાઈ છનાભાઈ મકવાણા ને ગરમીના કારણે બેભાન થતાં સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બે દિવસ ભાવનગર શહેરમાં પણ એક વ્યક્તિનું ગરમીને કારણે મોત નિપજ્યું મૂકયું હતું.
દરમિયાન ભાવનગર જિલ્લામાં હજુ તા. ૨૪ મે સુધી ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેથી લોકો એ સાવચેતી રાખવી આવશ્યક છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૭.૪, મહતમ તાપમાન ૩૬.પ, ભેજનું પ્રમાણ ૭૧%, પવનની ગતિ ૧પ.૬ કિ.મી. રહી હતી.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
