<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

વાડીએ ધોરીયામાંથી દવાવાળુ પાણી પી જતાં વજશીભાઇ ગોઢાણીયાનું મોત

યુવાન ૧૪મીએ ભુલથી ઝેરી પાણી પી ગયા બાદ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્‍યું

રાજકોટ તા. ૨૧: જામજોધપુરના પરડવા ગામે રહેતાં યુવાનનું વાડીએ પાણીના ધોરીયામાથી ભુલથી ઝેરી દવાવાળુ પાણી પી લેવાને કારણે ઝેરી અસર થતાં મોત થયુ છે.

જાણવા મળ્‍યા મુજબ પરડવા ગામે રહેતાં વજશીભાઇ બાબુભાઇ ગોઢાણીયા (ઉ.વ.૩૫) તા. ૧૪ના સાંજે છએક વાગ્‍યે વાડીએ પાણી વાળતા હતાં ત્‍યારે ભુલથી ધોરીયામાંથી ઝેરી દવાવાળુ પાણી પી લેતાં ઉલ્‍ટીઓ થવા માંડી હતી. પરિવારજનોને જાણ થતાં સારવાર માટે જામજોધપુર અને બાદમાં રાજકોટ ખસેડયા હતાં. પરંતુ અહિ ગત રાતે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ જામજોધપુર પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનારને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે બે ભાઇમાં મોટા હતાં.

(2:04 PM IST)