News of Tuesday, 21st May 2024
બગસરામાં સફાઈ કામદારોના અણઉકેલ પ્રશ્નો ઉકેલવા આવેદન

(સમીર વિરાણી દ્વારા) બગસરા, તા.૨૧: બગસરામાં ૫૦ વર્ષ જૂનું સેટઅપ પ્રમાણે શહેરમાં વસ્તી વધતા નવા સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે અને સફાઈ કામદારોની ભરતીની જાહેરાત અવાર નવાર આવવા છતાં નવા કર્મચારીની ભરતી કરતા નથી ૧૫ થી ૨૦ વર્ષ વિતી ગયા છતાં યુનિફોર્મ આપવામાં આવેલ નથી સરકારશ્રીના પરિપત્ર મુજબ તારીખ ૧/૧૦/૨૦૨૩ થી ૨૧,૧ ૦૦ જેટલું વેતન ચૂકવવાનું હોય તે હજી સુધી ચૂકવાયેલું નથી તેનું વેરિયેશન ને એરિયસ ઝડપથી આપવા પાંચથી સાત વર્ષ થયા દિવાળી બોનસ અપાયેલ નથી તે તત્કાલ આપવા વિનંતી સફાઈ કામદારોને સાવરણો તથા સલામતીના સધની અપતા નથી તે દર માશે આપવા સફાઈ કામદારોનું હાઇકોર્ટની ગાઈડલાઈન મુજબ ડબલ કામગીરી આપવાની મનાઈ હોવા છતાં ગાઈડ લાઈન નું પાલન ન કરવી કામગીરી કરાવવામાં આવે છે તે બંધ કરવી રોજમદાર સફાઈ કામદારો તેમજ કાયમી કર્મચારી એક દિવસ રજા પાડે તો ત્રણ દિવસનો પગાર કાપવામાં આવે છે તે બંધ કરવો સફાઈ કામદારો જો કોય અન્ય કારણોસર રજા પાડવામાં આવે તો સુપરવાયજર દ્વારા કાલથી કમે ના આવતા જેવી ધમકી આપવામાં આવે છે તે બંધ કરવી અને આવા સૂપર વાયજર ઉપર તત્કાલ કાર્યવાહી કરવી જેવી અલગ અલગ માગણી ઓ સાથે ચીફ ઓફિસર ભાવનાબેનને આવેદન આપવામાં આવેલ હતું ત્યારે ચીફ ઓફિસર દ્વારા આ તમામ માગણીઓ અને આપના પ્રશ્નોનું તત્કાલ નિવારણ કરવામાં આવશે.(
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
