તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 21st May 2024
ધોરાજી પાસે બાઇક-રીક્ષા વચ્ચે અકસ્માતમાં ૧ ગંભીરઃ પ ઘાયલ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ર૧ :.. ધોરાજીના જમનાવડ રોડ પર આવેલ રેલ્વે ફાટક પાસે બાઇક લઇને જતા હરસુખભાઇ કાનજીભાઇ સોંદરવા રહે. તરવડા અને રીક્ષામાં બેઠલા રાજકોટના જે મોટી મારડ ખાતે ઉર્ષમાંથી પરત આવતા હતા ત્યારે રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થતા અલતાફ અનવર લીગડીયા રહે. રાજકોટ, રોહીના અલ્તાફ લીગડીયા અનીશાા શાહીદ લીગડીયા અને સુગરા અલતાફ લીગડીયા (ઉ.વ.૩) ને ઇજાઓ થયેલ હતા અને તમામ રાજકોટ ખાતે જતા હતા ત્યારે અકસ્માત થયેલ હતા. જયારે બાઇક ચાલકને ગંભીર ઇજાઓ તથા તેને રીફર કરાયો હતા આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
