<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

કથાના ફળ સ્‍વરૂપ બલી ચડાવતા લોકો પણ રામાયણના પાઠ કરતા થયાઃ પૂ. મોરારીબાપુ

વેદના મનમાં હોય પરંતુ સંવેદના マદયમાં હોય છેઃ ગોંડલમાં આયોજીત ‘માનસ રામકથા'નો આજે ચોથો દિવસ

તસ્‍વીરમાં પૂ. મોરારીબાપુ શ્રી રામકથાનું રસપાન કરાવતા નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી -ગોંડલ)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ, તા.,૨૧:  ગોંડલ ના આંગણે  દાસીજીવણ પાર્ટી પ્‍લોટ માં મહાત્‍મા લોહલંગરીબાપુના સાનિધ્‍યમાં ચાલી રહેલી રામકથાના તળતિય દિવસે પુ. મોરારી બાપુ એ રામકથા શિવકથા વિશે વિસ્‍તળત માહિતી આપી હતી. આજે શ્રી રામકથાનો ચોથો દિવસ છે.

 ઉનાળાના સખ્‍ત તાપમાં ૪૪ ડીગ્રી વચ્‍ચે વાતાનુકુલીત ઠંડક સાથે હૈયાને રામ સ્‍મરણ કરાવી રહેલ મોરારી બાપુની કથામાં શ્રોતાઓ દિન પ્રતિદિન સંખ્‍યાઓમાં વધારો થઈ રહ્યો છે.ત્‍યારે કથાના ત્રીજા દિવસે શ્રોતાઓ ની વિશાળ  હાજરી  જોઈ બાપુ એ કહ્યું  કિડિયારૂ ઉભરાણુ છે.મારૂ કામ કિડિયારૂ પુરવાનું છે.

માણસે પાંચ યજ્ઞ કરવા જોઈએ જેમાં જ્ઞાનયજ્ઞ વિશે બાપુ એ વિસ્‍તળત ચર્ચા કરી હતી જેમાં જ્ઞાનયજ્ઞ એટલે જે વિષયમાં હોય તે  વિષય ગાવું વગાડવું બોલવું અથવા રામાયણ ગીતાના પાઠ કરવા ,રામાયણ ગીતાને ઓવરટેક કરાઈ તેવું નથી સંગીત નળત્‍ય ના રિયાજ કરવા જોઈએ. બીજું વિચારયજ્ઞ, વિચાર ની પ્રધાનતા હોવી જોઈએ ત્રીજું મહત્‍વનું મૌનયજ્ઞ. ઓછું બોલવું શાંત રહેવું સવારે ઉઠીને ખોટા વિચાર ના કરવા પ્રાતઃકાળે આખો સંકલ્‍પ આખો દિવસ ની સાધના છે.સંધ્‍યા એ સુતા પહેલા સંકલ્‍પ સાધના નું કળષ્‍ણાપર્ણ કરવું ત્‍યારબાદ સમર્પણ.

 આ તકે બાપુ એ રામકથામાં સ્‍વાધ્‍યાય યજ્ઞ, વિચાર યજ્ઞ ,મૌન યજ્ઞ ,ઙ્ઘેમ યજ્ઞ ના મર્મ ને મુલવ્‍યા હતાં ,જેમને શાષા ની ખબર નથી એમને શાષા ના સિદ્ધાંત ની ખબર નથી.કથા માત્ર શ્રવણ કરવાથી જીવન ના દુઃખ ને ત્રાસ મટી જશે શ્રવણ નો મહિમા છે.ઙ્ઘેમ યજ્ઞ કરજો, નફરત દ્વેષ યજ્ઞ નહીં. સાથો સાથ મોરારીબાપુ એ સાધુ ની વ્‍યાખ્‍યા વિશે સુંદર માહિતી આપી હતી જેમાં સાધુ સ્‍વદર્શી હોવો જોઈએ ચમત્‍કારી નહીં. સાધુ ચાલતા સરલ સદગ્રંથ છે.સ્‍વદર્શન માની નિજદર્શન વાસ્‍તવ દર્શનીય આત્‍મનિવેદન ની પેલી ભક્‍તિ કરતો હોય તેવું સ્‍વદર્શન વાસ્‍તવ દર્શન. દોરા ધાગા ધતિંગ ખોટા ચમત્‍કાર અંધ વિશ્વાસ જેવા ઙ્કદર્શિય ન હોવો જોઈએ. જો કે ગોંડલ  પાસે  ભાદર ડેમ  નજીક દેવળા ની કથા યાદ કરતા બાપુએ ઉમેર્યું હતું કે બલી ચડાવતા લોકો પણ રામાયણ ના પાઠ કરતા થયા છે.ઉજળા પરિણામ મળ્‍યા છે.હું તો ચણ નાખવા અને કિડિયારું પુરવા આવ્‍યો છું ,વેદના મનમાં હોય પરંતુ સંવેદના હૃદયમાં હોય છે.સાધુ સાક્ષાત્‍કાર કરે ચમત્‍કાર ન કરે,સાધુ ક્રાંતદ્રષ્ટિ,સ્‍વદ્રષ્ટિ,આર્ષદ્રષ્ટિ અને નિજદ્રષ્ટિ અને ઙ્કત્‍યક્ષ દ્રષ્ટિય હોવો જોઈએ. જેમનામાં ઈર્ષ્‍યા ના દાગ ના હોઈ તેવા સાધુને સ્‍મરણવા જોઈએ. આ તકે  ગોંડલ નાં સંત નાથાભાઇ જોશી ને યાદ કર્યા હતાં તેમજ જય વસાવડા ચેતન જેઠવા તેમજ નિરંજનભાઈ રાજ્‍યગુરૂ સહિત મહાનુભાવો ને વ્‍યાસપીઠ પર થી બાપુએ નવાજ્‍યા હતાં.બાપુ કથા અંતર્ગત જણાવ્‍યું હતું કે અક્ષરબ્રહ્મ+,શબ્‍દબ્રહ્મ+,વાકય પણ બ્રહ્મ+એથી ઊંચું પરમબ્રહ્મ+છે.આ બધું બ્રહ્મ+છે બાકી બધાં રાહડા છે.ધ્‍યાન નું મૂળ આપણા ગુરૂ છે.ગુરૂમુખી નાદ અલગ હોય છે.સદ એટલે સંસ્‍કળત માં બેસવું થાય તેમાંથી બે શબ્‍દો મળ્‍યા ઉપનિષદ અને પરિષદ ઉપ એટલે નજીક સદ માની બેસવું જેમના નજીક બેસવું આપણા વેદ શાષાો ગુરૂમુખી છે.ગુરૂમુખી નાદ વેદ ઙ્કસાદ અને દાદા વિશે વિસ્‍તળત માહિતી આપી હતી રામકથામાં પરમ સુખ સમાયેલ છે. હું ૪૦ વિદ્યાર્થીઓને ન હતો સાચવી શકતો આજે  આ પંડાલ માં હજારો લોકો મૌન થઈ શાંતિ થી કથા શ્રવણ કરે છે.રામ પ્રતાપ થી રામ પ્રભાવ થી આ કાર્ય થયું છે.પરમ કરુણા જ પરમ નિર્વાણ છે વ્‍યહવાર સાચવા આ કથામાં આટો મારવાનો નથી આંટો ફેરવવા માટે છે કથાના પંડાલ માં સુધી પહોંચવું જરૂરી નથી ભાગ્‍યમાં ન હોય તો કયાંય ગાંઠે બંધાતુ નથી સાધુ વગર સામૈયા શકય નથી એમ સાધુ વગર ખમૈયા શકય નથી.બાપુએ જણાવ્‍યું હતું કે રઘુરામબાપા ના વિચાર થકી આજે વીરપુર નો રોટલો  અયોધ્‍યા ના દ્વાર સુધી પહોંચ્‍યો છે.કાઠિયાવાડ નો રોટલો જગપ્રખ્‍યાત થયો જલારામબાપા રોટલા થી પામી ગયા રોટલો જમ્‍યા વગર ભગવાન ભાગ્‍યા એથી રઘુરામબાપાના વિચાર બીજ ના લીધે અયોધ્‍યા રામ મંદિરના દ્વારે આજે પણ થાળ વીરપુરનો જમાડાય છે.

ગોંડલ શ્રી રામકથામાં વિરપુરના પૂ. જલારામબાપા પરિવાર તથા સ્‍વયંસંવકોની સેવા

રાજકોટ તા. ર૧ :.. પ્રજાવત્‍સલ રાજા ભગવદસિંહજીના ગોંડલ શહેરની પુણ્‍યભૂમિ પર, અધ્‍યાત્‍મ પરંપરાના પ્રાચીન સ્‍થાન લોહલંગરી આશ્રમ દ્વારા પૂ. મોરારીબાપુની રામકથા ‘માનસ રામકથા' નો શનીવારે સાંજે મંગલ પ્રારંભ થયો હતો. આ અવસરે કથાના મનોરથી ચેતનભાઇ સાંગાણી ઉપરાંત રમેશભાઇ ધડૂક, પુરૂષોતમભાઇ રૂપાલા, ગીતાબા જાડેજા તથા જલારામ પરિવારના રઘુરામબાપા, ભરતભાઇ, પરેશભાઇ ચાંદ્રાણી અને લોહલંગરી આશ્રમના સીતારામબાપુ અને અન્‍ય સૌ સંતો-મહંતો મહાનુભાવોના  હસ્‍તે દિપ પ્રાગટય થયું હતું.

પ્રથમ દિવસે કથાના પ્રારંભે બાપુએ કહ્યું કે, લોહલંગરી આશ્રમના જમનાદાસ બાપુનો વર્ષોનો મનોરથ હતો. એ આજે સાકાર થઇ રહ્યો છે. વર્તમાન ગાદિપતિ સીતારામબાપુ બોલે ઓછું પણ હું સમજી જાઉં કે, મારે રામકથા ગાવાની છે. યુગાન્‍ડાના ચેતન સાંગાણી અને વિરપુર જલારામ બાપાના ભરતભાઇને મેં વાત કરી ને માત્ર દશ દિવસમાં આ આખું આયોજન પાર પાડયું છે.

નિમિત માત્ર કથા મનોરથી ચેતનભાઇ સાંગાણી અને પરિવાર દ્વારા વાતાનુફુલિત કથા મંડપમાં કથાપ્રેમીઓ શાતા અનુભવે છે.

પૂ. જલારામબાપા પરિવાર વિરપુરના ચાંદ્રાણી પરિવાર અને સ્‍વયંસેવકોની મુકસેવા પ્રશંસનીય છે.

કથામાં પૂ. મોરારીબાપુએ કથા વિષયને આગળ વધારતા કહયું કે ‘રામકથા' શબ્‍દો રામચરિત માનસમાં તુલસીદાસે ર૭ વખત આલેખ્‍યો છે. વડોદરાના હરિશભાઇએ મને એ ચોપાઇઓ લખી મોકલી છે. મને કોઇએ એક પુસ્‍તક આપ્‍યું ‘ફોર્ટીરૂલ્‍સ ઓફ લવ' પ્રેમના ચાલીસ નિયમો. આ પુસતકમાં પ્રેમના કાયદાઓ, પ્રકારો જ બતાવ્‍યા છે. પણ કયાંય પ્રેમ નથી...! સત્‍યને શપથની જરૂર નથી, પ્રેમને અર્થની જરૂર નથી અને કરૂણાને ગરથની જરૂર નથી. આજે આખી દુનિયામાં પ્રયોગ થાય છે. પણ પ્રયાગ નથી થતાં પ્રયોગની સાથે આજે પ્રયાગની જરૂર છે. સમન્‍વયની છે. મહાદેવ-શંકર એ સમન્‍વયના દેવ છે., સ્‍વામી રામસુખદાસજીએ શ્રધ્‍ધાની વ્‍યાખ્‍યા સરસ આપી છે.

-: સંકલન :-

મનોજ જોષી

‘મજો' - રાજકોટ

(11:55 AM IST)