<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

જામનગરના હાપા યાર્ડમાં જીરાના ભાવમાં ઉછાળો : એક મણના ૬૫૭૫ બોલાયા

જુવાર, બાજરી, મગ, તુવેર, ચોળી લસણ, ડુંગળીની ભારે આવક

જામનગર,તા.૨૧ : જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં આજે ૧૨૨૪ ખેડુતો ૪૫,૦૨૪ મણની ૨૨ જણસીઓ હરરાજીમાં લાવ્‍યા હતાં. જેમાં ઘઉં, ચણા, એરંડા, જીરૂ, અજમાની સૌથી વધુ આવક થઈ છે. તો છેલ્લા ૩ મહિના પછી જીરાના ભાવમાં તેજી જોવા મળી છે અને ગઈકાલે જીરાના મણના ૬૫૭૫ રૂપિયા સુધીના ભાવ બોલાયા હતાં.

હાપા યાર્ડમાં આજે હરરાજીમાં જુવાર ૩૫, બાજરી ૩૨૮, ઘઉં ૩૨૯૩, મગ ૨૫૦૩, અળદ ૩૩, તુવેર ૧૮૦, ચોળી ૨૩૧, વાલ ૩, મેથી ૧૨૧૮, ચણા ૨૩૮૩, જીણી મગફળી ૧૮૯૪, એરંડા ૪૧૬૫, તલી ૧૫૮૮, રાયડો ૧૫૪૮, લસણ ૫૯૪, કપાસ ૩૯૦૩, જીરૂ ૯૭૬૫, અજમો ૩૩૩૯, અજમાની ભુસી ૨૨૨૫, ધાણા ૩૨૩૬, સુકી ડુંગળી ૨૫૬૩, સોયાબીન ૩ મણની આવક થઈ હતી.

જેમાં જુવારના ૭૦૦થી ૭૮૦, બાજરીના ૩૫૦થી ૪૮૫, ઘઉંના ૩૯૦થી ૫૨૦, મગના ૮૦૦થી ૧૯૯૦, અળદના ૭૯૦થી ૧૮૮૫, તુવેરના ૧૧૦૦થી ૨૩૫૦, ચોળીના ૨૪૦૦થી ૩૪૩૫, વાલના ૧૨૦૦થી ૧૬૦૦, મેથીના ૧૧૦થી ૧૩૯૫, ચણાના ૧૧૯૦થી ૧૩૦૫, જીણી મગફળીના ૯૦૦થી ૧૧૫૫, જાડી મગફળીના ૯૫૦થી ૧૧૬૫, એરંડાના ૧૦૦૦થી ૧૦૮૮, તલીના ૧૭૦૦થી ૨૯૭૦, રાયડાના ૯૦૦થી ૧૦૩૯, રાયના ૧૦૦૦થી ૧૩૫૫, લસણના ૧૦૫૦થી ૩૭૦૦, કપાસના ૭૦૦થી ૧૫૨૫, અજમાના ૨૨૬૦થી ૩૫૩૦, અજમાની ભુસીના ૫૦થી ૨૮૦૦, ધાણાના ૧૦૦૦થી ૧૫૨૫, સોયાબીનના ૭૦૦થી ૮૨૦ સુધીના ભાવે સોદા થયા હતાં.

સુકી ડુંગળીના ૪૦થી ૪૦૦ રૂપિયા સુધીના ભાવે ૨૦ કીલોના ભાવે સોદા થયા હતાં. જીરાના ભાવમાં ૩ માસ પછી ૬ હજાર રૂપિયા પાર થયો છે. ગત તારીખ ૨૨ ફેબ્રુઆરીના રોજ જીરાના ૨૦ કીલોના ૬૨૦૦ સુધીના ભાવે સોદા થયા હતાં. ત્‍યારે આજે જીરાના ભાવમાં ઉછાળો આવ્‍યો છે અને ૪૮૬૫થી લઈને ૯૫૭૫ રૂપિયા સુધીના ભાવે સોદા થયા હતાં.

(1:29 PM IST)