News of Tuesday, 21st May 2024
પોરબંદરઃ મત ગણતરીને ધ્યાને લઇને સભા-સરઘસ ઉપર પ્રતિબંધનું જાહેરનામુ

પોરબંદર,તા. ૨૧: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કોઈપણ સભા, મંડળી કે સરઘસ માટે મનાઈ ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. લોકસભા સામાન્ય ચુંટણી તથા વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૪ની મતગણતરીને ધ્યાને લઈ હુકમ કરાયો.
આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ તથા વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૪ ની મતગણતરીને ધ્યાને લઈ ગુજરાતમાં વિવિધ સમાજો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા અન્ય સંગઠનો દ્વારા વિવિધ માંગણીઓ સબબ આંદોલનો, દેખાવો થવાની સંભાવના રહેલ છે. તેમજ અન્ય મુદાઓ પરત્વે વિવિધ સામાજીક અને અન્ય પ્રકારના જુથો દ્વારા પ્રદર્શન રેલીઓ કાઢવાની પરવાનગી સાથે કે પરવાનગી વગરની ચેષ્ટાઓ થઈ શકે છે. અથવા આકસ્મિક કાર્યક્રમો થવાની શકયતાને કારણે જાહેર સુલેહશાંતિ ભંગ થવાની શકયતાને નકારી શકાય નહી. પોરબંદર જિલ્લામાં અગમચેતીના પગલા રૂપે સભા, સરસ, રેલી, ધરણા, ઉપવાસ જેવા કાર્યક્રમો વખતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે અને પોલીસની કામગીરીમાં મદદરૂપ થઈ શકે તે માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૭(૩) મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી, પોરબંદર તરફથી દરખાસ્ત થયેલ છે. આમ પ્રવર્તમાન સંજોગો ધ્યાને લેતાં તેમજ પોલીસ અધિક્ષકથી પોરબંદરની દરખાસ્ત મુજબ પોરબંદર જિલ્લામાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭ ની પેટા ક્લમ-૩ થી મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્રસિંહ એમ. રાયજાદા દ્વારા સમગ્ર પોરબંદર જિલ્લા વિસ્તારમાં તા.૨૦ મે થી તા.૦૨ જૂન સુધી કોઈપણ સભા, મંડળી કે સરઘસ માટે મનાઈ ફરમાવવામાં આવી છે. આ હુકમ સક્ષમ અધિકારીની કાયદેસર પરવાનગી લઈને કાઢેલા સરઘસ, ફરજ ઉપર હોય તેવી ગળહરક્ષક મંડળી, સરકારની નોકરીએ અવરજવર કરતી હોય તેવી વ્યક્તિ, લગ્નનો વરઘોડો, સરકારશ્રી તરફથી યોજવામાં આવતા કાર્યક્રમોને લાગુ પડશે નહિ. આ જાહેરનામા અન્વયે હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના દરજજાના પોરબંદર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.કલમ-૧૮૮ તળે ફરીયાદ માંડવા માટે અધિકળત કરવામાં આવ્યા છે. આ હુકમનું પાલન ન કરનાર અથવા તેનું પાલન ન કરવામાં કોઈને મદદ કરનાર ગુન્હો સાબિત થયે અધિનિયમની કલમ-૧૩૫ની પેટા કલમ-૩ મુજબ રૂા.૨૦૦/- સુધીના દંડની શિક્ષાને પાત્ર ઠરશે તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ ગુન્હો સાબિત થયે તે વ્યક્તિને એક માસની સાદી કેદ, અથવા રૂા. ૨૦૦/- સુધીના દંડ અથવા બન્ને શિક્ષા થઈ શકે અને હુકમની અવગણનાથી માનવજીવન અથવા સ્વાસ્થ્ય અથવા સલામતી માટે કોઈપણ ભય ઉત્પન્ન કરે અથવા કોઈ હુલ્લડ કરે કે બખેડો કરે તો તેવી વ્યક્તિને છ માસ સપરિશ્રમ અથવા સાદી કેદ અથવા રૂ. ૧૦૦૦/- એક હજાર સુધીના દંડ સહિતની બન્ને શિક્ષાને પાત્ર ઠરશે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
