<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

ટંકારામાં યોગ સમર કેમ્‍પનો શુભારંભ

ટંકારા : ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતના ૩૩ જિલ્લામાં ૨૦૦ જેટલા સ્‍થળોએ આજથી સમર યોગ કેમ્‍પની શુભ શુરુઆત થઈ છે જે તારીખ ૨૯/૦૫/૨૪ સુધી  ૧૦ દિવસ ચાલુ રહેશે આ કેમ્‍પમાં ૭ થી ૧૫ વર્ષના બાળકો ભાગ લઈ રહ્યા છે  જેમાં  આ કાર્યર્ક્‍મ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગાયત્રીનગર પ્રાથમિક શાળામાં  ૧૦૦ જેટલા બાળકોએ ભાગ લીધેલ છે અને આજ આ કેમ્‍પની શુભ શરુઆત ટંકારા ગામનાં ના સરપંચ  ગોરધનભાઈ ખોખાણી તથા ઉપસરપંચ  નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા, તાલુકા કુમારશાળાના આચાર્ય   પરેશભાઈ દુબરિયા મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર શ્રી વાલજીભાઈ ડાભીની વિશેષ ઉપસ્‍થિતિથી રહેલ,  આ કેમ્‍પના સંચાલક યોગ કોચ કંચનબેન  સારેસા સહાયક ડિમ્‍પલબેન સારેસા અને  યોગ ટ્રેનર દુબરિયા ભૂમિ , દુબરિયા ધ્રુવી, વૈશાલીબેન કટારીયા, સમતાબેન રબારી, , સમા જિન્નતબેન ,  હિન્‍સુ મીરા, હિન્‍સુ રાધિકા, સાત  જેટલા યોગ ટ્રેનર બહેનોએ  આ કાર્યક્રમની દોરી સંભાળી છે જેમાં   બોળકોના સર્વાંગીણ વિકાસની સાથે બૌદ્ધિક ક્ષમતામાં વધારો કરનાર રમતો અને ક્રિયાઓ કરવામાં આવી અને આગામી ૯ દિવસ આ બહેનો આ કેમ્‍પમાં યોગદાન આપશે. બાળકોનું વધી રહેલ મોબાઇલ પ્રત્‍યેનું આકર્ષણ દૂર કરવા બાળક પોતાની અંદર રહેલ ક્ષમતા ઓળખે તેવા વિવિધ કાર્યક્રમો આ ચાલતા સમર કેમ્‍પમાં થવા જોવા મળશે.

(1:41 PM IST)