<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

જૂનાગઢના જ્‍વેલર્સ સાથેની ૯૧ લાખની છેતરપિંડી મુદે આરોપીઓનાં ઘરની ઝડતી

આરોપીઓને કામના સ્‍થળે લઈ જઈ તપાસ, પૂછપરછ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૧: જૂનાગઢની અક્ષર જ્‍વેલર્સ પેઢી સાથેની રૂપિયા ૯૧ લાખની છેતરપિંડી કેસમાં પોલીસે પેઢીના મેનેજર સહિત ૩ આરોપીના ઘરની ઝડતી કરી હતી. અક્ષર જ્‍વેલર્સ પેઢીનું રૂપિયા ૯૧ લાખની કિંમતનું ૧૨૮૨.૦૭ ગ્રામ કાચું સોનુ ગપચવી જઈ પેઢી સાથે છેતરપિંડી આચરવાના કેસમાં પોલીસે પેઢીના મેનેજર મયુર નાનજીભાઈ વાઘેલા તેમજ તેના મળતિયા કલ્‍પરાજસિંહ ઉર્ફે કલ્‍પેશ નકુમ અને ભૌમિક મહિપતભાઈ પરમારને રિમાન્‍ડ દરમ્‍યાનની તપાસમાં પોલીસે મુદામાલ કબજે કરવા ત્રણેયના શહેરના મધુરમ વિસ્‍તારમાં આવેલ  રહેણાક મકાનની ઝડતી કરી હતી.

તેમજ આરોપીઓના કામના સ્‍થળે પણ પહોંચીને તપાસ કરવામાં આવી હતી. પરંતુ આ કેસમાં હજુ વધુ આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા હાથ લાગી નથી.

આમ છતાં પણ પોલીસે આ પ્રકરણમાં અન્‍યની સંડોવણી છે કે કેમ તે અંગે ઉપરાંત મુદ્દામાલ કબજે કરવા માટે આગળની તપાસ, પૂછપરછ હાથ ધરવામાં આવી છે

(1:56 PM IST)