News of Tuesday, 21st May 2024
રવની ડબલ મર્ડર કેસના તમામ ૭ આરોપીઓ જેલ હવાલે, વધુ ૨ કલમ લગાડાઈ
હત્યા બાદ પુરાવાનો નાશ અને વધુ એક હથિયાર મળ્યુ'તુ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૧: વંથલી પંથકમાં સનસની મચાવનાર રવની ડબલ મર્ડર કેસના આરોપીઓ સામે પુરાવાનો નાશ, આર્મ્સ એકટની કલમનો ઉમેરો કરવામાં આવી છે.ᅠᅠ
વંથલી તાલુકાના રવની ગામના રફીક આમદ સાંધ અને તેના પુત્ર જીહાલની હત્યા સબબ ઝડપાયેલા રહીમ ઉર્ફે ખુરી ઈસાભાઈ સાંધ, હુસેન અલારખા સાંધ, જુમા હબીબ સાંધ, પોલાભાઈ યુસુફભાઈ સાંધ, હનીફ ઈસ્માઈલ સાંધ, અબ્દુલ ઉર્ફે અબલો ઈબ્રાહીમ સાંધ તથા ઈસ્માઈલ ઈબ્રાહીમ સાંધને ક્રાઈમ બ્રાન્ચે ૪ દિવસનાં રિમાન્ડ પર મેળવી તપાસમાં આરોપીઓ પાસેથી વધુ એક દેશી હાથ બનાવટની સિંગલ બેરલની બંધુક, આરોપીઓના કપડા તથા આરોપીઓએ બનાવ વખતે સાથે રાખેલ લાકડી, પાઇપ તથા મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા.ᅠ
તેમજ તપાસ સંબંધિત સાયન્ટીફિક પુરાવા મેળવવામાં આવ્યા હતા. આરોપીઓએ પિતા, પુત્રની હત્યા બાદ આરોપીઓએ પુરાવાનો નાશ કરેલ હોય અને વધુ હથિયારો મળી આવેલ હોય જેથી તમામની સામે આઇ.પી.સી. કલમ ૨૦૧, તથા આર્મ્સ એકટ કલમ ૨૫ (૧- બી) એ. ૨૯નો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી હતી.ᅠ
સોમવારેᅠ રિમાન્ડ પૂરા થતા આરોપીઓને કોર્ટમાં રજુ કરતા અદાલતે આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરતાં તમામને જૂનાગઢ જિલ્લા જેલમાં ધકેલી દેવામાં આવ્યાં હતાં
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
