<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

ગિરનાર સીડીના ૨૨૦૦ પગથિયા ખાતે મારકૂટ કરી બાળકને ફેંકી દીધો

દુકાનદારે ડોળીમાં ઉતારી સારવાર માટે ખસેડ્‍યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૨૧: ગિરનાર સીડીના ૨૨૦૦ પગથિયા ખાતે મારકૂટ કરી એક બાળકને ફેંકી દેવામાં આવ્‍યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવમાં બાળકને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્‍યો હતો.

આ ઘટના અંગે પ્રાપ્ત થયેલા ફોટો અને ઓડિયો ક્‍લિપ અનુસાર ગિરનાર પર્વતના ૨૨૦૦ પગથિયા ખાતે આવેલ માળી પરબની જગ્‍યામાં મોડી રાત્રે એક બાળકને મારકૂટ કરવામાં આવી હતી. અને બાદમાં તેને ફેંકી દેવામાં આવ્‍યો હતો.

આ બનાવના પગલે ગિરનાર પર દુકાન ધરાવતા વિજયભાઈ ગોસ્‍વામીએ અન્‍ય સેવાભાવીઓની મદદથી ઇજાગ્રસ્‍ત બાળકને ડોળીમાં નીચે ઉતારી સરકારી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડ્‍યો હતો.

આ ઘટના અંગે ભવનાથ પોલીસનો સંપર્ક કરતા પોલીસ સૂત્રોએ આવી ઘટના બની હોવાની જાણ ન હોવાનું જણાવ્‍યું હતું.

(2:02 PM IST)