News of Tuesday, 21st May 2024
જૂનાગઢના ડેમમાં ફાયર બ્રિગેડે ત્રણ મગરમચ્છ વચ્ચેથી મૃતદેહને બહાર કાઢયો
પાંચ કલાક કરવી પડી મહેનત, મૃતક કડીયાવાડના પ્રૌઢ હોવાની ઓળખ થઈ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૨૧: જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાં ફાયર બ્રિગેડે ત્રણ મગરમચ્છ વચ્ચેથી પાંચ કલાકની જહેમતનાં અંતે મળતદેહને બહાર કાઢયો હતો.
જુનાગઢ શહેરના લોકોને પીવાનું પાણી પૂરું પાડતા વિલીંગ્ડન ડેમમાં એક મળતદેહ હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો.
ડેમમાં ત્રણ મગરમચ્છ સપાટી પર હાજર હતા. છતાં પણ ફાયર બ્રિગેડના સાથે શોધખોળ હાથ ધરી હતી. મગરમચ્છના ભય વચ્ચે કર્મચારીઓએ પાંચ કલાકની મહેનત બાદ કાદવમાં ખૂપી ગયેલા બહાર કાઢયો હતો. અને પોલીસને સોપ્યો હતો.
પોલીસ તપાસમાં આ મળતદેહ શહેરના કડિયાવાડ વિસ્તારમાં રહેતા હિતેશભાઈ જીકાભાઈ રાઠોડનો હોવાનું ખુલ્યું હતું.
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ડેમોમાં એક મગર ૨૦, બે મગર ૪૦ ફૂટ દૂર હતી. બહાર કાઢવાની કામગીરી વખતે મગર થોડીવાર કર્મચારીઓ તરફ આવતી અને ફરી જતી રહેતી હતી આમ છતાં પણ પાંચ કલાકે તેને બહાર કાઢવામાં આવ્યો હતો.(તસ્વીરઃ મુકેશ વાઘેલાઃ જુનાગઢ)
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
