News of Tuesday, 21st May 2024
જેતપુરના પ્રેમ પ્રકરણમાં યુવાનને મરવા માટે મજબુર કરનાર તમામ આરોપીઓની ધરપકડઃ પુછપરછ હાથ ધરાઇ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૨૧: શહેરના મોટા ચોક વિસ્તારમાં રહેતા યુવાને ગતરોજ ગળાફાંસો ખાતા આત્મહત્યા કરી લેતા તેની પાસેથી મળેલ સુસાઇડ નોટના આધારે ૭ આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરેલ.
અત્રેના મોટાચોક બ્રાહ્મણ સમાજની વાડી પાસે રહેતા જયેશ ભુપતભાઇ સોરીયા (ઉ.વ.૨૮) કે જેઓ કણકીયા પ્લોટમાં મોમાઇ પાન તથા ચાની દુકાન ધરાવે છે. તેઓ મોડી રાત્રે દુકાનેથી ઘેર આવી સુઇ ગયેલ. સવારે મોડે સુધી નહિ ઉઠતા જયેશભાઇના પિતા ભુપતભાઇએ દરવાજો તોડી જોતા જયેશભાઇ ગળાફાંસો ખાધેલ હાલતમાં હોય પોલીસને જાણ કરતા પી.એમ. અર્થે સરકારી હોસ્પિટલે ખસેડેલ. તેની પાસે ૮ પાનાની સુસાઇડ નોટ મળેલ જેમાં તેને હિનાબેન દિલીપભાઇ ડાભી સાથે પ્રેમસંબધમાં હોય તે તથા તેના પરિવારના જયેશભાઇને ત્રાસ આપતા હોય તેમજ ૧૦ થી ૧૫ લાખ રૂપીયા લઇ લીધેલ હોય તેવું સુસાઇઢ નોટમાં લખેલ મળી આવતા જે આધારે શહેર પોલીસે જયેશભાઇના પત્ની કિરણબેનની ફરીયાદ પરથી હિનાબેન દિલીપભાઇ ડાભી તેના પતિ દિલીપ ડાભી, હિનાબેનની બેન રાધીકાબેન ખસીયા તેનો પતિ કેતન જયંતીભાઇ ખસીયા તથા તેનો ભાઇ મનોજ ગીરીશભાઇ પરમાર, હિનાબેનનો પુત્ર તથા પુત્રી તમામ વિરૂધ્ધ આઇપીસી ૩૦૬,૩૮૪,૩૮૯,૧૧૪ મુજબ ગુન્હો નોંધેલ. ફરીયાદના આધારે પીએસઆઇ વી.સી. પરમારે કાર્યવાહી હાથધરી પાંચેય શખ્સોની ધરપકડ કરેલ. જેમાં હિનાબેનના પુત્ર તથા પુત્રી સગીર હોય તે સીવાય મરવા માટે મજબુર કરનાર પાંચેય શખ્સોની પુછપરછ હાથધરી છે
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
