<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

ભાવનગરમાં બોર તળાવમાં ડૂબી જતા ૪ કિશોરીના મોત

કપડા ધોવા ગયેલ એક કિશોરીનો પગ લપસતા બીજી બચાવવા જતા ચારેયના મોત : એકનો બચાવ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૧ : ભાવનગર શહેરના બોરતળાવ માં કપડાઙ્ગ ધોવા ગયેલઙ્ગ બાળકીઓ બોરતળાવ ખાતે કપડા ધોવા ગયેલ જયાં એક બાળકીનો પગ લપસતા પાણીમાં પડતા તેને બચાવવા અન્ય ચાર બાળકીઓ પણ પાણીમાં પડતા ચાર બાળાઓનાઙ્ગ ડૂબી જતાં કરૂણ મોત નીપજયા છે જયારે એક બાળાને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયેલ છે.ઙ્ગ

આ કરૂણાંતિકાઙ્ગઅંગે મૃતી માહિતી મુજબ ભાવનગર શહેરના બોર તળાવ (ગૌરીશંકર સરોવર) માં આજે કપડાં ધોવા ગયેલ પાંચ બાળાઓ પૈકી એક બાળકીનો પગ લપસતા પાણીમાં પડી ડુબવા લાગતા અન્ય ચાર બાળકીઓએ પણઙ્ગ બાળકીને બચાવવા પાણીમાં કુદી પડી હતી. જેમાં ચાર બાળાઓના ડૂબી જતા કમકમાટી ભર્યા મોત નિપજયા છે. જયારે એક બાળાને પાણીમાંથી બહાર કાઢી બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલ છે.ઙ્ગ

આ બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક તરવૈયાઓ પણ યુવતીઓને બચાવવા કામે લાગ્યા હતા.

બોર તળાવમાંઙ્ગડૂબી

જતા મૃત્યુ પામનારમાં

અર્ચનાબેન હરેશભાઈ ડાભી (ઉ.વ.૧૭), રાશીબેન મનીષભાઈ ચારોલીયા (ઉ.વ.૯), કાજલબેન વિજયભાઈ જાંબુચા (ઉ.વ.આ.૧૨) કોમલબેન મનિષભાઈ ચારોલીયા (ઉ.વ.આ.૧૩) નો સમાવેશ થાય છે.જયારેઙ્ગ કિંજલ મનીષભાઈ ચારોલીયા (ઉ.વ.૧૨) સારવાર હેઠળ છે.

(3:49 PM IST)