News of Tuesday, 21st May 2024
ગોંડલ યાર્ડમાં આજે અધધ 29409 બોક્સ કેરીની આવક : 10 કિલો બોક્સનો ભાવ 500 થી 950 રૂપિયા : હાફુસ કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 700 થી 1100 રૂપિયા બોલાયો
રાજાપુરી કેરીના 321 બોક્સ,બદામ કેરીના 3310 બોક્સ,હાફુસ કેરીના 527 બોક્સની આવક

ગોંડલ તા.૨૧ : માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની બમ્બર આવક થઈ હતી. જે પૈકી સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક રહી હતી. આજે કુલ 29409 બોક્સ કેરીની આવક થઈ હતી. ગઈકાલે કુલ 25559 બોક્સ કેરીની આવક રહી હતી.
આજે કેરીનો ભાવ શું છે?
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 500 થી 950 રૂપિયા રહ્યો હતો.બદામ કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 375 થી 475 રૂપિયા બોલાયો હતો.
હાફુસ કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 700 થી 1100 રૂપિયા બોલાયો હતો.રાજાપુરી કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 400 થી 450 રૂપિયા બોલાયો હતો.
કેરીની આજે શું આવક થઈ
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 25251 બોક્સની આવક થઈ હતી.રાજાપુરી કેરીના 321 બોક્સની આવક થઈ હતી.બદામ કેરીના 3310 બોક્સની આવક થઈ હતી.
હાફુસ કેરીના 527 બોક્સની આવક થઈ હતી.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
