News of Tuesday, 21st May 2024
ધો.૧૦માં માર્ચ-૨૦૨૩માં બેઝિક ગણિત વિષયમાં પાસ થયેલ અને અગાઉના વર્ષમાં બે કે,ત્રણ વિષયમાં નાપાસ થયેલ પરીક્ષાર્થીઓને જૂન-૨૦૨૪માં લેવાનાર પૂરક પરીક્ષામાં તક આપવા બોર્ડ મેમ્બર ડો.પ્રિયવદન કોરાટની માંગ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સીનિયર સદસ્ય ડો.પ્રિયવદન કોરાટે નાયબ અધ્યક્ષ, ગુ. મા. અને ઉ. મા. શિક્ષણ બોર્ડ, જૂના સચિવાલય પાસે, સેક્ટર - ૧૦/બી, ગાંધીનગરને ધોરણ-૧૦માં ગત વર્ષ માર્ચ-૨૦૨૩માં બેઝિક ગણિત વિષયમાં પાસ થયેલ અને અગાઉના વર્ષમાં બે કે ત્રણ વિષયમાં નાપાસ થયેલ પરીક્ષાર્થીઓને જૂન-૨૦૨૪માં લેવાનાર પૂરક પરીક્ષામાં તક આપવા બાબતે લેખિત રજૂઆત કરી છે.
ડો.પ્રિયવદન કોરાટે જણાવ્યુ છે કે, ધોરણ-૧૦માં માર્ચ-૨૦૨૩માં બેઝિક ગણિતમાં પાસ થયેલ પરીક્ષાર્થીઓએ જૂન-૨૦૨૩થી ધોરણ-૧૧(વિ.પ્ર.)માં સ્ટાન્ડર્ડ ગણિત વિષય પાસ કરવાની શરતે પ્રવેશ મેળવેલ છે, પરતું કોઈ કારણોસર જુલાઇ-૨૦૨૩ની પૂરક પરીક્ષામાં અમુક પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકેલ ન હતા, માર્ચ-૨૦૨૪ની પરીક્ષામાં આવા પરીક્ષાર્થીઓને સ્ટાન્ડર્ડ ગણિત વિષયની પરીક્ષા આપવા માટેની તક મળેલ નથી તો આ પરીક્ષાર્થીઓ માર્ચ-૨૦૨૪ની ધોરણ-૧૨(વિ.પ્ર.)ની પરીક્ષાનું આવેદનપત્ર ભરી શકે નહીં માટે આવા પરીક્ષાર્થીઓને તેમજ આ વર્ષથી ધોરણ-૧૦માં ત્રણ વિષયમાં નાપાસ થયેલ પરીક્ષાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકે છે, ત્યારે ગત વર્ષ કે તેનાથી અગાઉના વર્ષોમાં નાપાસ થયેલ પરીક્ષાર્થીઓને પણ આગામી જૂન-૨૦૨૪માં પૂરક પરીક્ષાના આવેદનપત્રો ભરવાની તક મળી રહે તે માટે પરીક્ષાર્થીઓના શિક્ષણના હિતમાં આવેદનપત્ર ભરવાની છૂટ આપવા માંગ કરી છે. આ અંગે ડો.કોરાટે પરીક્ષા સચિવશ્રી (એસ.એસ.સી.) ગુ. મા. અને ઉ. મા. શિક્ષણ બોર્ડ, જૂના સચિવાલય પાસે, સેક્ટર - 10/બી, ગાંધીનગરનુ પણ ધ્યાન દોરેલ છે. આવી જ રીતે માર્ચ-૨૦૨૩ના પરીક્ષાર્થીની ધો.૧૨ની પૂરક પરીક્ષા લેવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
