<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd May 2024

મોરબી: સિલીકોસીસનાં દર્દીઓને યોગ્ય સારવાર અને યોજનાઓનો લાભ મળે તે માટે વર્કશોપ યોજાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : સિલિકોસિસ રોગના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે મોરબી વહીવટી તંત્ર દ્વારા મેડિકલ કોલેજ અને આરોગ્ય વિભાગને જરૂરી સૂચનો કરવામાં આવતા હોય છે જે અનુસંધાને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વર્કશોપ અને ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
સિલિકોસીસનાં રોગ માટે પી. એસ.સી અને સી.એચ.સી તબક્કે પ્રાથમિક લક્ષણો જણાય અને ટીબી કે અન્ય રોગો ની દવાઓ નાં અપાય તે હેતુથી એક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં GMERS જનરલ હોસ્પિટલ મોરબી ખાતે NATIONAL INSTITUTE OF OCCUPATION HEALTH સયુંકત ઉપક્રમે ILO (intarnation classification of radiography of pneumoconiosis with special emphasis on silicosis) નાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ તથા ટ્રેનિંગ પ્રોગ્રામમાં જિલ્લા કલેકટર મોરબી કે બી ઝવેરી સહિતના તબીબી અધિકારીઓએ દીપ પ્રાગટ્ય કરી વર્કશોપની શરૂઆત કરી હતી.
   તેમજ આ વર્કશોપમાં મોરબી જિલ્લાના સરકારી તબીબી અઘિકારીઓ હાજર રહ્યા હતા. જે વર્કશોપમાં પી. એચ.સી અને સી.એચ.સીનાં તબીબી અઘિકારીઓને સિલીકોસિસ દર્દીઓનું યોગ્ય નિદાન તથા સારવાર થઈ શકે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ વર્કશોપ માં મોટી સંખ્યામાં સરકારી તબીબી અઘિકારીઓએ ભાગ લીધો હતો

(12:46 AM IST)