<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd May 2024

મોરબી એલ.ઈ.કોલેજમાં ધોરણ ૧૦ પછી ડીપ્લોમાં પ્રવેશ અંગે નિશુલ્ક માર્ગદર્શન સેમીનાર.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ (ડીપ્લોમાં) ખાતે ધોરણ ૧૦ પછી ડીપ્લોમાં પ્રવેશ પ્રક્રિયા માટે વિનામૂલ્યે માર્ગદર્શક સેમીનારનં આયોજન કરવામાં આવ્યું છે.

   તારીખ ૨૪ ને શુક્રવારે સવારે ૧૧ : ૩૦ કલાકે સેમીનાર હોલ, બ્લોક એ ખાતે ધોરણ ૧૦ પછી શું ? ડીપ્લોમાં એન્જીનીયરીંગ અંગે વિનામૂલ્યે માર્ગદર્શન સેમીનાર યોજાશે જેમાં ધોરણ ૧૦ પછી ડીપ્લોમાં એન્જીનીયરીંગ શા માટે ? ડીપ્લોમાં એન્જીનીયરીંગ એડમીશન પ્રોસેસની માહિતી, ઓનલાઈન એડમીશનના વિવિધ રાઉન્ડની સચોટ માહિતી તેમજ ડીપ્લોમાં એન્જીનીયરીંગની વિવિધ બ્રાન્ચોની માહિતી આપવામાં આવશે જે નિશુલ્ક સેમીનારનો વિદ્યાર્થીઓએ લાભ લેવા કોલેજના પ્રિન્સીપાલ પી.વી.રાયજાદાની યાદીમાં જણાવ્યું છે.


 

(12:47 AM IST)