<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd May 2024

મોરબી જીલ્લામાં સ્માર્ટ મીટર નાખવામાં આવશે તો પ્રજાને સાથે લઈને કોંગ્રેસ વિરોધ કરશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાતમાં લોકસભા ચુંટણી માટે મતદાન પૂર્ણ થતા જ ભાજપ સરકારે જીઇબી સાથે મળીને સરકારના મિત્રને કમાવી દેવાના ભાગરૂપે સ્માર્ટ મીટર નાખી નફો રળી લેવાનું કામ કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કરી કોંગ્રેસે સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો છે અને મોરબી જીલ્લામાં સ્માર્ટ મીટર નાખવામાં આવશે તો પ્રજાને સાથે રાખી તેનો વિરોધ નોંધાવાશે તેમ કોંગ્રેસની યાદીમાં જણાવ્યું છે.

   લોકોને રોજગાર આપવા માં સરેઆમ નિષ્ફળ ગયેલ ભાજપ સરકાર પ્રજાને લૂંટવા માટે નવા નવા ગતકડાં કરી પ્રજા ને પરેશાન કરી રહેલ છે જી. ઇ. બી દ્વારા ઘરે ઘરે ફરી પરાણે લોકોના ઘરમાં સ્માર્ટ મીટર મૂકવાની કામગીરી થય રહેલ છે તે ગેર કાયદેસર છે કારણ કે પાવર વાપરવો હોય તો એડવાન્સ પૈસા ભરી રિચાર્જ કરાવો તોજ પાવર વાપરવા મળે તે ગેર કાયદેસર છે વસ્તુ ખરીદીએ ત્યાર બાદ જ પૈસા ચૂકવવાના હોય એના બદલે જી. ઇ.બી પહેલા પૈસા બાદમાં પાવર આપવા માંગે છે તે વ્યાજબી નથી તેવી જ રીતે આ સ્માર્ટ મીટર ને કારણે બેરોજગારી ઓન વઘશે કારણ મીટર રીડર તેમજ જી.ઇ.બીના કલેક્શન કરતા લોકોને પણ નોકરીમાંથી છુંટા કરવા પડે તેથી લોકો માં બેરોજગારી પણ વઘશે અને પાછા આ સ્માર્ટ મીટર પણ ખામી યુક્ત મીટર છે.
     પહેલા લોકોને બે મહિનાનો પાવર વપરાશ 3 હજાર રૂપિયા હતો અને આ સ્માર્ટ મીટર લગાવવાથી 20 દિવસમાં 3 હજાર રૂપિયાનો પાવર વપરાશ બતાવવામાં આવે છે આમ મીટરમાં   ખામી રાખી પ્રજા પાસેથી વઘારે પૈસાની લૂંટ કરવામાં આવી રહી છે ત્યારે આવા સ્માર્ટ મીટર મોરબી જિલ્લામાં કોઈ પણ વિસ્તારમાં નાખવામાં ના આવે અને જો દબાણ કરી નાખવાનો પ્રયત્ન કરવામાં આવશે તો પ્રજાને સાથે લઈ આંદોલન કરવામાં આવશે અને આવા પ્રજાના પૈસા લૂંટવાના ઇરાદા વાળા મીટર નાખવા દેવામાં નહી આવે જેની જીઇબી અને સરકારે ગંભીર નોંધ લેવા કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીની યાદીમાં જણાવ્યું છે.

(12:48 AM IST)