<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd May 2024

મોરબીના સામાકાંઠે આવેલ સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટરમાં દારૂડિયાએ ધમાલ મચાવી .

દારૂબંધીના લીરેલીરા ઉડયા, પોલીસની કામગીરી સામે સવાલ.

(પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ હદે કથળી ગઈ છે કે ગમે ત્યારે વાહન ચોરી થઇ જાય, તસ્કરો બંધ મકાનમાંથી દાગીના અને રોકડ ચોરી કરી જાય આટલું ઓછુ હોય તેમ હવે દારૂબંધીના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા જેમાં મોરબીના સામાકાંઠે આવેલ સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટરમાં દારૂડિયો ઘુસી ગયો હતો અને સ્ટાફ સાથે રકઝક કરી ધમાલ મચાવી હતી.

મોરબીના સો ઓરડી મેઈન રોડ પર આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં બપોરે એક શખ્શ દારૂનો નશો કરી ઘુસી આવ્યો હતો અને અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ પર હાજર મહિલા કર્મચારી સાથે ગેરવર્તન કર્યું હતું દારૂના નશામાં ધુત ઇસમ મહિલા કર્મચારીને ધમકાવતો હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ મળે છે તે હકીકત છે અને દારૂનો નશો કરી એક ઇસમ ધોળે દિવસે કાયદો હાથમાં લઈને સરકારી આરોગ્ય કેન્દ્રમાં ઘુસી જાય અને મહિલા કર્મચારી સાથે ગેરવર્તન કરે છે તે સ્પષ્ટ કરે છે કે મોરબીમાં ખાખીની ધાક રહી નથી.
જોકે આ બાબતે પોલીસને જાણ કરતા આખરે પોલીસ આવી હતી અને ધમાલ કરનાર ઈસમની પોલીસે અટકાયત કરી પોલીસ મથકે લઇ ગયા હતા જ્યાં આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.


 

(12:51 AM IST)