News of Wednesday, 22nd May 2024
ગરમીના ઘા!! કાળજાળ ગરમીને લીધે સિરામિક ફેક્ટરીમાં કન્ટેનર ભડભડ સળગ્યું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં સૂર્ય દેવતા પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી રહ્યા છે. અનેક શહેરોમાં આજે તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે. ભાર તાપના કારણે વાહનોમાં આગ લાગવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં એક કન્ટેનરમાં તાપના કારણે આગ લાગી હતી.
મોરબીમાં એક સિરામિક ફેક્ટરીમાં કન્ટેનરમાં ભારે તાપના કારણે આગ લાગી હતી. અચાનક આગ લાગતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. હાજર લોકોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
