<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

ભુજમાં પતિએ પત્‍ની સાથે મળી પ્રેમીને પતાવી દીધો

ભેદી સંજોગોમાં મૃત્‍યુ પામેલ યુવાનના મોત પ્રકરણમાં ‘પતિ, પત્‍ની ઓર વો...'ના પ્રણય ત્રિકોણમાં પ્રેમીની હત્‍યા થયાનું ખુલ્‍યું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ :  મૂળ ભુજના અને હાલ આદિપુરમાં અંતરજાળ મધ્‍યે રહેતા યુવાન અહેમદ વલીમામાદ મમણનું ભેદી સંજોગોમાં મોત નિપજ્‍યું હોઈ તેના પરિવારજનોએ હત્‍યાની આશંકા વ્‍યક્‍ત કરી હતી.

લાશ સ્‍વીકારવાનો પરિવારજનોએ ઇન્‍કાર કરી અને મળતકની લાશ તેમને  સોંપનાર દંપતી સંજય રાઠોડ અને ટીના રાઠોડ તરફ શંકા વ્‍યક્‍ત કરી હતી. ભુજના રિજિયોનલ સાયન્‍સ સેન્‍ટરમાં કાચા મકાનમાં રહેતાં સંજય રાઠોડે તેની પત્‍ની ટીના રાઠોડ સાથે અંતરજાળ (આદિપુર) રહેતાં અહેમદ ઘાયલ અવસ્‍થામાં પહેલાં આદિપુરની રામબાગ હોસ્‍પિટલમાં દાખલ કર્યા બાદ ભુજમાં લઈ આવ્‍યા હતા અને તેનું મોત થયું છે એવું જણાવી તેના પરિવારજનોને લાશ સોંપી હતી.

જોકે, પોલીસ પૂછપરછ બાદ પ્રણય ત્રિકોણમાં આ હત્‍યા થઈ હોવાનું ખુલ્‍યું હતું. સંજય અને ટીના એ બન્ને પતિ પત્‍ની ભુજમાં રહેતા હતા એ દરમ્‍યાન ભુજમાં રહેતા મળતક અહેમદ સાથે તેમનો પરિચય થયો હતો. પત્‍ની ઘરકંકાસના કારણે રિસામણે હોઈ અહેમદ અને ટીના વચ્‍ચે પ્રેમ સબંધ બંધાયો હતો. છકડો ચલાવનાર અહેમદે ટીના સાથે આદિપુર અંતરજાળમાં રહેવાનું શરૂ કર્યું હતું.

પોતાની પત્‍ની અને પ્રેમી સાથે રહેતા હોઈ સંજયને ગમતું નહોતું એટલે તેણે અહેમદને મારવાનો પ્‍લાન બનાવ્‍યો. પત્‍નીને સાથે આ પ્‍લાનમાં ભેળવી. પતિ - પત્‍ની બન્ને એ મળી સાણસી તેમજ મૂંઢ માર મારી અહેમદને પતાવી દીધો. હત્‍યાના આ બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી બન્ને પતિ પત્‍નીની ધરપકડ કરી છે.  ભુજમાં હત્‍યાનો આ બનાવ બન્‍યો હતો.પરંતુ પતિ પત્‍ની બન્ને એ આદિપુરનો ઉલ્લેખ કર્યો હતો. મળતકના પરિવારને સામાજિક આગેવાનો શકીલ સમા, મોહસીન હિંગોરજા અને અન્‍યો મદદરૂપ બન્‍યા હતા

(11:07 AM IST)