<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર

રાજકોટ તા.૨૪ : વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે આજે શુક્રવારના રોજ સવારે 5:45 કલાકે શણગાર આરતી  પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ દાદાના સિંહાસનને રંગબેરંગી ફુલોનો  દિવ્ય શણગાર  કરવામાં આવેલ.તેમજ મંદિરની યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવેલ.    હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ  લાભ લઈ ધન્યતાનો  અનુભવ કરેલ હતો 

(9:45 AM IST)