<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

વીરપુર જુથ સેવા સહકારી મંડળીમાં ફરી ગોરધનભાઇ ધામેલિયા ચેરમેન

રાજકોટ જિલ્લા ડેરીના ચેરમેન સતત ૩૧ વર્ષથી સુકાની છે

વીરપુર સહકારી મંડળીના પ્રમુખ તરીકે ફરી ગોરધનભાઇ ધામેલિયા અને ઉપપ્રમુખ તરીકે જનકભાઇ ડોબરિયા બિનહરીફ ચુંટાતા સંચાલક મંડળના સભ્‍યો અને શુભેચ્‍છકોએ ફુલહાર પહેરાવી શુભેચ્‍છા પાઠવી હતી.

રાજકોટ તા.૨૪: જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર ખાતે આજે શ્રી વિરપુર જુથ સેવા સહકારી મંડળીમાં ચેરમેન (પ્રમુખ) તરીકે જિલ્લા બેંકના ડીરેકટર અને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલિયા (મો.૯૮૨૫૨ ૧૬૮૮૦) તથા ઉપપ્રમુખ તરીકે જિલ્લા પંચાયતના પૂર્વ સભ્‍ય જનકભાઇ ડોબરિયા બિનહરીફ ચુંટાયા છે.

શ્રી વિરપુર જૂથ સેવા સહકારી મંડળીમાં શ્રી ગોરધનભાઇ ધામેલિયા પ્રમુખ તરીકે  ૦૯-૦૭-૧૯૯૩ થી આજ સુધી સુકાન સંભાળે છે તથા મંડળીના વિકાસ માટે હંમેશા તત્‍પર રહે છે. શ્રી ગોરધનભાઇ ધામેલિયા છેલ્લા ૩૧ વર્ષ થી શ્રી વિરપુર જૂથ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે કાર્યરત છે. તેમના કાર્યલયમાં મંડળી તરફ થી ધિરાણ મેળવતા સભાસદોની રૂા.૧૨/ લાખનો અકસ્‍માત વીમો લેવામાં આવેલ છે. જેનું વીમો પ્રીમીયમ મંડળી દ્વારા ચૂકવામાં આવે છે. જેની રકમ રૂા. ૪/લાખ જેવી છે. આ ઉપરાંત વધારના લાભ તરીકે રાજકોટ ડીસ્‍ટ્રીકટ બેંક તરફથી રૂા.૧૦/- લાખ તથા રાજકોટ દુધ સંઘ તરફથી રૂા. ૧૦/ લાખનો અકસ્‍માત વીમો ચૂકવામાં આવે છે.

મંડળી તરફથી ચાલુ વર્ષ દરમિયાન પ્રતિ સભાસદ ૨, નંગ આમ  કુલ ૩૦૦૦ નંગ ખુરશીઓ ભેટ તરીકે આપવામાં આવેલ છે. જેનો અંદાજીત ખર્ચ રૂ.૧૦/-લાખ છે. શ્રી વિરપુર જૂથ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે બિનહરીફ ચુંટાવા બદલે જેતપુર- જામકંડોરણા ના ધારાસભ્‍ય શ્રી જયેશભાઇ રાદડિયા, મંડળી ના બોર્ડ ઓફ ડીરેકટર્સ , તાલુકા-જીલ્લાના આગેવાનો, તેમજ મંડળી સાથે સભાસદોનો マદયપૂર્વક આભાર માનલે છે.

(10:58 AM IST)