<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

દેવભૂમિ દ્વારકામા એરપોર્ટ બનાવવાની કામગીરી તેજ

ખાસ અધિકારી આઈએએસ ધવલ પટેલે દ્વારકાની મુલાકાત લીધી : જમીન મેળવવા નજીકના ગામોનુ નિરીક્ષણ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળીયા તા.૨૨ :   ચારધામ પૈકીના યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા એરપોર્ટ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

        ગુજરાત રાજ્યમાંથી ખાસ અધિકારી આઈએએસ ધવલ પટેલે દ્વારકાની મુલાકાત લીધી હતી તથા એરપોર્ટ માટે જમીન મેળવવા નજીકના ગામોની મુલાકાત લીધી હતી.

      તેમની સાથે દ્વારકા પ્રાંત અધિકારી એચ. બી. ભગોરા પણ જોડાયા હતા.અગાઉ જમીન નક્કી થઈ હતી પણ તે સોઇલ ટેસ્ટમાં નિષ્ફળ જતા બીજું લોકેશન નક્કી કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

(11:00 AM IST)