News of Friday, 24th May 2024
ભુજના કોમ્પ્યુટર કલાસમાં ૫.૫૦ લાખની ચોરીના ગુનામાં રાજકોટનો હર્ષ મુકુંદ કાચા ઝડપાયો
બાકી રહેતા રૂપિયા માટે ત્રણ લાખ ચોર્યાની કબૂલાત : બાકીના બે લાખ અંગે પોલીસની તપાસ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૪ : ભુજના સ્ટેશન રોડ ઉપર શાંતિ ચેમ્બરમાં એનઆઈસીટી કોમ્પ્યુટર ક્લાસમાં શટર કાપી કરાયેલ ૫.૫૦ લાખની ચોરીના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. ગત ૧૧ મે ના બનેલ આ બનાવમાં સીસી ટીવી અને નેત્રમ કેમેરાના આધારે ભુજ એલસીબી પોલીસે ચોરી કરનાર યુવાન હર્ષ મુકુંદ કાચાની ઓળખ કરી તેને રાજકોટના નાલંદા સ્કૂલ પાસેથી ઝડપી લીધો હતો.
હર્ષની પૂછપરછ દરમ્યાનએ જાણવા મળ્યું હતું કે, તે અગાઉ અહી નોકરી કરતો હતો એને તેને અહીથી રૂપિયા લેવાના નીકળતા હતા. જોકે, પોતે ત્રણ લાખ રૂપિયા ચોર્યા હોવાનું હર્ષ એ કબુલતા બાકીના ૨.૫૦ લાખ રૂપિયા અંગે તથ્ય જાણવા પોલીસે વધુ તપાસ આદરી છે. પોલીસે તેની પાસેથી અત્યારે ૩ લાખ રૂ. કબજે કર્યા છે.(
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
