<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

ભાવનગરમાંથી જ્‍વલનશીલ પ્રવાહીના જથ્‍થા સાથે ત્રણ ઝડપાયાઃ ૧૫.૫૫ લાખનો મુદ્દામાલ જપ્‍ત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૪ : વરતેજ પોલીસને બાતમી મળી હતી કે, વરતેજમાં આવેલ અશ્વિની પેટ્રોલ પંપની પાછળ ખુલ્લા પ્‍લોટમાં વરતેજ ગામના હિતેન્‍દ્રસિંહ ભાવસંગભાઈ પરમાર ગેરકાયદેસર જ્‍વલનશીલ પ્રવાહીનો જથ્‍થો બેરલમાં રાખી ટ્રકની ટાંકીમાં ભરી આપી તેનું  વેચાણ કરે છે અને હાલમાં પણ આ વેચાણ ચાલુ હોવાની હકીકતના આધારે વરતેજ પોલીસે બાતમી વાળી જગ્‍યાએ દરોડો પાડતા ત્રણ ઈસમો બેરલમાંથી ટ્રકની ટાંકીમાં જ્‍વેલનશીલ પ્રવાહી ભરતા મળી આવ્‍યા હતા.

વરસેજ પોલીસે જ્‍વલનશીલ પ્રવાહીનું વેચાણ કેટ હિતેન્‍દ્રસિંહ ઉર્ફે શક્‍તિ ભાવસંગભાઈ પરમાર,તેનો કામદાર કોમલ મોસીનભાઈ રવજાણી અને ટોરસ ટ્રકમાં જ્‍વલનશીલ પ્રવાહી પુરાવવા આવેલ કુલદીપસિંહ ઘનશ્‍યામસિંહ ગોહિલને ઝડપી લઇ ડીઝલને મળતા આવતાં જ્‍વલનશીલ પ્રવાહી ભરેલા બેરલ, ટોરસ ટ્રક, રૂ.૫,૦૦૦ રોકડા, ઈલેક્‍ટ્રીક મોટર, પ્‍લાસ્‍ટિકની નોઝલ સહિત કુલ રૂ.૧૫,૫૫,૮૫૦નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.(

(11:11 AM IST)