News of Friday, 24th May 2024
જાફરાબાદના ભટવદરના યુવાને લોકઅપના સળીયામાં માથું અથડાવ્યું
સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં બનાવઃ બળાત્કારના ગુનામાં મદદગારી સબબ અટકાયત થઇ હતી

રાજકોટ તા. ૨૪: જાફરાબાદના ભટવદર ગામે રહેતાં નરેશ જીવાભાઇ જોડીયા (ઉ.વ.૨૭) નામના યુવાને ગઇકાલે સવારે સુત્રાપાડાના પોલીસ સ્ટેશનના લોકઅપમાં સળીયામાં પોતાનું માથુ અથડાવતાં લોહીલુહાણ થઇ જતાં વેરાવળ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ સુત્રાપાડા પોલીસને જાણ કરી હતી. નરેશના કહેવા મુજબ પોતે ખેતી મજૂરી કરે છે. તેના સાળાએ એક છોકરીને ભગાડી હોઇ આ કેસમાં પોતે મદદગારી કરી હોવાનો આરોપ મુકી પોતાને પોલીસે ઉઠાવી લીધો હતો. અઢી મહિના પહેલાના ગુનામાં પોતાનો કોઇ રોલ નથી તે અંગે પોલીસને રજૂઆત કરી હતી અને આરટીઆઇ પણ કરી હતી. આ પછી પોલીસે મદદગારીમાં સામેલ કરી અટકાયતમાં લેતાં પોતાની સાથે ખોટુ થયું હોઇ લોકઅપમાં માથુ અથડાવ્યું હતું.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
