News of Friday, 24th May 2024
ઉપલેટા : ગુર્જર ક્ષત્રિય સમસ્ત કડીયા ખેડૂત બોર્ડીંગના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી
પ્રમુખ પદે જે.કે. ચાવડા મંત્રી તરીકે પ્રવિણભાઇ મારૂ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૨૪ : જુનાગઢ બોડીંગ ખાતે શ્રી ગુર્જર ક્ષત્રીય સમસ્ત કડીયા ખેડુત જ્ઞાતી બોડીંગ ના હોદેદારો ટ્રસ્ટીઓ વહીવટી સમીતી અને કારોબારી સમીતીની એક મિટીંગ સંસ્થાના ઉપપ્રમુખ ઇગલ એસ્ટેટ વાળા પ્રકાશભાઈ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં સંસ્થાના છેલ્લા ૩૨ વર્ષેથી પ્રમુખ પદે રહેલા જુનાગઢના પુર્વે મંયર સ્વ. ધીરૂભાઇ ગોહીલનું અવસાન થતાં ખાલી પડેલ પ્રમુખની જગ્યાએ પ્રમુખ તરીકે નિવળત સમાજ કલ્યાણ અધિકારી અને પ્રદેશ ભાજપ બક્ષી મોરચાના ઉપપ્રમુખ જે. કે. ચાવડા ની અને મંત્રી તરીકે પ્રવિણભાઈ મારૂ ની સૉનુમતે વરપી કરવામાં આવેલ હતી.
મિટીંગની શરૂઆતમાં બે મીનીટ મૌન પાળી સ્વ. ધીરૂભાઈ ગોહેલ ને શ્રધ્ધાંજલી આપવામાં આવેલ તેમજ જુનાગઢ સમાજના નવા વરાયેલા પ્રમુખ ગ્રીન સીટી વાળા યુવા ઉદ્યોગપતી વિવેકભાઇ ગોહીલ નું અને બોડીંગના પ્રમુખ મંત્રી નું પણ ઉપસ્થીત આગેવાનોના વરદ હસ્તે શાલ ઓઢાળી ફુલહાર કરી સન્માન કરવામાં આવેલ હતુ તેમજ આ મિટીંગમાં જુનાગઢ ના વિવેકભાઈ ગોહીલ, વેરાવળના શૈલેષભાઇ પરમાર, ધોરાજીભાઈ કિશોરભાઈ વાઢેર, ઉપલેટાના પી.પી. ટાંક, મેંદરડા ના અશોકભાઈ સોલંકી અને વંથલીના જયસુખભાઈ કાચાની ટ્રસ્ટી તરીકે નિમણુંક કરવામાં આવેલ અને સંસ્થાના ઉપપ્રમુખ ગોરધનભાઈ ટાંક એ સ્વૈચ્છીક રાજીનામુ આપતા તે સર્વોનુમતે મંજુર કરવામાં આવેલ હતુ.
આ મિટીંગમાં જુનાગઢ શહેર જીલ્લા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ગીર સોમનાથ રાજકોટ જીલ્લાના ધોરાજી ઉપલેટા જામનગર શહેર અમરેલી જીલ્લા સહિત સૌરાષ્ટ્ર ભરમાંથી જ્ઞાતીના પ્રમુખો આગેવાનો હોદેદારો ઉપસ્થીત રહયા હતા કાર્યે ક્રમને સફળ બનાવવા માટે નવનિયુકત પ્રમુખ જે. કે. ચાવડા, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ચૌહાણ ના માર્ગદર્શન નીચે કારોબારી ના સભ્યો સહીતનાએ ભારે જહેમત ઉઠાવી હતી તેવી યાદી સેવા સંસ્થાના પ્રમુખ વજુભાઈ કાચા અને ખજાનચી કિશોરભાઈ ચોટલીયાએ આપેલ છે. (તસ્વીર : ભોલુ રાઠોડ, ઉપલેટા)
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
