News of Friday, 24th May 2024
નાકરાવાડીમાં બાઇક સ્લીપ થઇ જતાં ૨૭ વર્ષના યુવાન પ્રકાશ સોલંકીનું મોત
પીપળીયા ગામેથી આટો મારીને પરત આવતી વખતે બનાવઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૪: કુવાડવા રોડ પર આવેલા નાકારાવાડી ગામમાં રાતે બાઇક સ્લીપ થઇ જતાં ચાલક નાકરાવાડીમાં રહેતાં પ્રકાશભાઇ ધનજીભાઇ સોલંકી (ઉ.વ.૨૭)ને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર પ્રકાશભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતો. તે ગાડીમાં માલ ચડાવવા-ઉતારવાની મજૂરી કરતો હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્ર છે. સાંજે બાઇક લઇને નજીકના પીપળીયા ગામે આટો મારવા ગયો હતો. ત્યાંથી પરત આવતી વખતે રસ્તામાં બાઇક સ્લીપ થઇ જતાં આ બનાવ બન્યો હતો.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
