<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

જામનગરના વસઇ ગામે રાષ્ટ્રીય પક્ષી મોરનો મૃતદેહ મળતા આવતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી

ફૂડ પોઈઝિંગની અસર થઈ હોવાનું પ્રાથમિક તારણ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૪ :   જામનગર નજીક ખંભાળિયા રોડ ઉપર આવેલ વસઇ ગામે રાષ્ટ્રીય પક્ષી મોરનો મૃતદેહ મળી આવતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

     સરપંચ ઘનશ્યામસિંહએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટના કર્મચારી મુળુભાઈ ઘટના સ્થળે આવી મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે.                   ગ્રામજનો તેમજ વન્યપ્રેમીઓમાં દુઃખની લાગણી જોવા મળે છે પ્રાથમિક તારણ મુજબ ફૂડ પોઈઝિંગની અસર થઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

(12:12 PM IST)