News of Friday, 24th May 2024
મોરબીના લાલપર પીએચસી દ્વારા રફાળેશ્વર ગામમાં ઇન્ડોર રેસીડયુલ્સ સ્પ્રેની કામગીરી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૪: આગામી દિવસોમાં વરસાદની સિઝન શરૂ થવાની હોય ત્યારે એ સમય દરમ્યાન મચ્છરનો ઉપદ્રવ વધી જતો હોય છે જેનાથી લોકોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા મચ્છર જન્ય રોગો થવાની શકયતાઓ ખુબજ વધી જતી હોય છે. જેના નિવારણ માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિપુલ કારોલિયાની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરમાં એમ.ઓ. ડો. દર્શન ખત્રીના માર્ગદર્શન હેઠળ આજથી મેલેરિયાગ્રસ્થ ગામોમાં IRS(ઇન્ડોર રેસિડયૂઅલ્સ સ્પ્રે) ની કામગીરી આયુષ્યમાન આરોગ્ય મંદિર જોધપર(નદી) ના તાબા ના ગામો કરવામાં આવી હતી.
આ કામગીરીમાં લાલપર આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓ જેમ કે સુપરવાઇઝર દીપકભાઈ વ્યાસ, દિલીપભાઈ દલસાનિયા, જયેશભાઇ ચાવડા જોડાયા હતા વધુમાં વધુ ગામ જનો પોતાના ઘર માં આ સ્પ્રે નો છંટકાવ કરે એ માટે ગામ ના આગેવાનો એ પોતાના ઘર થી દવા છંટકાવ ની શરૂઆત કરી ગામજનોને આ દવાનો છંટકાવ કરવા ગ્રામજનોને અપીલ કરી હતી.
સાથે સાથે આજે રાષ્ટ્રીય વાહકજન્ય રોજ નિવારણ માટે પ્રા.આ.કે. લાલપર ના વિવિધ ગામો ના કર્મચારીઓ દ્વારા ગામ ના લોકોમાં આગામી દિવસોમાં મચ્છર ના ઉપદ્રવ થી થતો રોગચાળો જેવો કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા વિગેરે ના થાય એ માટે સઘન સર્વે કરી, લોકો માં જન જાગળતિ આવે એ માટે પ્રચાર પ્રસાર કરવા માં આવ્યો હતો, પાણી માં થતા પોરાનું પ્રદર્શન કરવા માં આવ્યું હતું.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
