<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

મોરબીના રાજપર ગામે ખાણખનીજ વિભાગની ફલાઇંગ સ્‍કવોડ ત્રાટકીઃ સાત જેટલા ડમ્‍પર-હિતાચી મશીન જપ્‍ત કર્યા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨૪: મોરબી જીલ્લામાં બેરોકટોક ખનીજ ચોરી ચાલતી હોય છે મોરબી જીલ્લાના અનેક વિસ્‍તારમાં છાશવારે ખનીજ ચોરીની ફરિયાદો ઉઠતી રહે છે ત્‍યારે સ્‍થાનિક તંત્રને ઊંઘતું રાખી રાજકોટની ફ્‌લાઈંગ સ્‍કવોડે રાજપર ગામે રેડ કરી હતી જ્‍યાંથી સાત જેટલા ડમ્‍પર, હિતાચી મશીન સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્‍યો હોવાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે.

રાજકોટ ખનીજ વિભાગની ફ્‌લાઈંગ સ્‍કવોડ ટીમ રાજપર ગામે ત્રાટકી હતી જ્‍યાં રાજપર નજીક માટી મોરમની ખનીજ ચોરી ચાલતી હોય ત્‍યારે ફ્‌લાઈંગ સ્‍કવોડની ટીમે સ્‍થળ પરથી અર્થમૂવર વાહન, ડમ્‍પર સહિતના વાહનો જપ્ત કર્યા હતા તેમ સુત્રો જણાવી રહ્યા છે જોકે હાલ રેડમાં કેટલો મુદામાલ જપ્ત કરાયો તેનો સ્‍પષ્ટ આંક સામે આવ્‍યો નથી પરંતુ સ્‍થાનિક તંત્રને ઊંઘતું રાખી રાજકોટની ટીમે રેડ કરતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.

(12:22 PM IST)