<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

સો કરોડ લોકો વૃક્ષો વાવે તો દેશ નંદનવન બની જાય : પૂ. મોરારીબાપુ

૧૦૦ કરોડ લોકો નિત્‍યરૂપે હનુમાન ચાલીસાના પાઠ કરે તો દેશની દશા બદલી જશે ગોંડલમાં આયોજીત ‘‘માનસ શ્રી રામકથા''માં શ્રોતાઓનો અવિરત પ્રવાહ : વધુ ૨ ડોમ ઉભા કરાયા

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૪ : ગોંડલની પ્રાચીન જગ્‍યા લોહલંગધામ અન્નક્ષેત્ર પ્રેરીત અને યુગાન્‍ડાનાં મનોરથી ચેતનભાઈનાં સહયોગ દ્વારા દાસીજીવણ પાર્ટીપ્‍લોટ ખાતે ચાલી રહેલી રામચરીત માનસ કથામાં ઇતિહાસ રચાયો હોય તેમ કથા શ્રવણ માટે અવિરત પ્રવાહ વહેતો હોય ૨૫૦૦૦ ની ક્ષમતા ધરાવતો વાતાનુકુલિત ડોમ ટુંકો પડતા અને ભાવિક શ્રોતાઓને બહાર ધોમધખતા તાપમાન વચ્‍ચે ઉભા રહેવું પડ્‍યું હોય પુ.મોરારી બાપુની સુચનાથી કથા સમિતી દ્વારા તાબડતોડ વધુ પાંચ હજારની ક્ષમતા સાથેનાં બે વાતાનુકુલિત ડોમ ઉભા કરાયા હતા.જે શ્રોતાઓથી ભરચક બન્‍યાં હતા.

મોરારી બાપુએ કથા દરમ્‍યાન ગોંડલનાં પ્રજાવત્‍સલ મહારાજા ભગવતસિંહને અનેકવાર યાદ કર્યા હોય હાલ લંડન ગયેલા વર્તમાન રાજવી હિમાંશુસિહજીએ તેમનાં પ્રતિનિધિ રાજેન્‍દ્રસિંહ જાડેજાને કથા સ્‍થળે મોકલ્‍યા હતા. જ્‍યાં રાજેન્‍દ્રસિંહ દ્વારા વ્‍યાસપીઠનું પુજન કરી બાપુને સન્‍માનિત કરાયા હતા. રાજવી હિમાંશુસિહજી દ્વારા લંડન થી પુ. મોરારીબાપુને લખાયેલા પત્રમાં જણાવ્‍યું હતું કે બાપુ આપે ભગવતસિંહ બાપુને યાદ કરી ગોંડલ તથા રાજવી પરિવારનું ગૌરવ વધાર્યુ છે.જે માટે રાજવી પરિવાર આપનો આભારી છે.

 રામચરીત માનસ કથાનાં આજે છઠ્ઠા દિવસે પણ મોરારી બાપુએ  કથાની શરૂઆત કરતા પહેલા મહારાજા ભગવતસિંહજીને યાદ કરતા જણાવ્‍યું હતું કે સર ભગવતસિંહજી પ્રજાવત્‍સલ રાજા હતા હાલ એમનો પરિવાર પણ પ્રજાવત્‍સલ્‍ય રહ્યો છે. વધુમાં જણાવ્‍યું હતું કે ભગવતસિંહજી વળક્ષ પ્રેમી હતાં જેઓએ ખૂબ વળક્ષો વાવ્‍યા છે.આજે બુદ્ધપૂર્ણિમાના પવિત્ર દિવસે દેશના ૧૪૦ કરોડ દેશવાસીઓમાંથી ૧૦૦ કરોડ લોકો વળક્ષ વાવેતર કરે તો સાચી બુદ્ધને અંજલિ થઈ ગણાશે. સરભગવતસિંહજીનો આત્‍મા રાજી થશે. જો કે ૧૦૦ કરોડ વળક્ષનું વાવેતર થાય તો દેશ નંદનવન બની જાય.ખૂબ મોટું સદકાર્ય થશે. હાલ ગરમીનો પારો વધતો જાય છે,અને આપણા મગજનો પારો પણ વધી રહ્યોછે. પરંતુ હું વીરપુર જ્‍યાં રોકાયો છું. ત્‍યાં એક નહીં પાંચ વળક્ષ વાવવાનો છું. વળક્ષ વાવવા બાપુએ આહલેક જગાવી હતી.

બાપુએ કહ્યુ કે  સંસકળતિનો ત્‍યાગ નથી. સાધુ સંતો મહાપુરૂષો પ્રકૃતિનાં શરણે જાય છે. પ્રકળતિનું મોટુ અંગ વળક્ષ છે. સો કરોડ લોકો વળક્ષ વાવે તો દેશ નંદનવન બંને સાથે બીજું ૧૪૦ કરોડ લોકોમાંથી ૧૦૦ કરોડ લોકો નિત્‍ય એક હનુમાન ચાલીસા પાઠ કરે તો દેશની દશા બદલી જશે. હનુમાનચાલીસા સાંપ્રાદિયક નથી. બધા હનુમાનચાલીસાના પાઠ કરી શકે. ત્રીજું ૧૦૦ કરોડ લોકો સત્‍ય, શાશ્વત વૈદિક સનાતન ધર્મનો આશ્રિત રહેશે તો મોટું સદકાર્ય થશે. આ તકે ૧૦૦ કરોડ લોકો વળક્ષ વાવે, હનુમાન ચાલીસા પાઠ કરે, સત્‍ય અને શાશ્વતનો સંકલ્‍પ તો મોટું સદકાર્ય થશે તેવું જણાવ્‍યું હતુ.

બાપુએ કહ્યુ કે રામાયણ માં સો શબ્‍દનો ઉલ્લેખ વધુ છે શત કોટી, શત યોજન, શત શબ્‍દ યાની સો કરોડ પ્રરામાયણ સાધુએ જેટલું સાચવ્‍યું છે. એટલું કોઈએ નથી સાચવ્‍યું.આ તકે બાપુએ  સુરજદેવળ ખાતે ઉપવાસ પ્રસંગને મુલવ્‍યો હતો.અને સુરજદેવળને રામાયણનું આસ્‍થાનું કેન્‍દ્ર ગણાવ્‍યુ હતુ. બાપુએ ભાવુક બની આહવાન કર્યું હતું કે સીતારામબાપુ..તમે સાધુ સંતો મહંતો એવમ દરેક શાખાના સાધુઓને જણાવો નાના-મોટા કારણો કાઢી ગોંડલ  આવો મોરારીબાપુ આમંત્રણ આપે છે. મારે તમારા સૌના દર્શન કરવા છે.નાના મોટા અહંકાર છોડી અવસર આવ્‍યો છે તો માણી લો આવો મારા બાપ, તમારો મોરારીબાપુ તમને આમંત્રણ આપે છે. અવસર આવ્‍યો છે.મોતી પરોવી લો, આ દેશને સાધુની એકતાની જરૂર છે. બાપુએ જણાવ્‍યું હતું કે સાધુનું આસન રજોગુણી ન હોવું જોઈએ હાલ તો પધરામણી શબ્‍દ પણ રજોગુણી થઈ ગયો છે. રામચરિત માનસ ત્રિભુવનિય શબ્‍દ કોષ છે. હાલ વેદનો આશ્રય કરે છે પરંતુ વેદનો વિરોધ પણ ખૂબ કરે છે.બાપુએ જણાવ્‍યું હતું કે રામમંદિર શિવમંદિર કળષ્‍ણમંદિર સહિત પંચદેવ મંદિર ગામડે ગામડે જર્જરીત થયા છે.તેમના જીર્ણોદ્ધાર કરાવો. એ કરાવશો તો કપાસ માંડવીના ભાવ સારા મળશે આવા સદકાર્ય થવા જોઇએ.પરોપકારી સંસ્‍થાઓની સેવા કરજો .રામ અનંત, રામનામ અનંત રામનું શીલ અનંત જેમના ગુણ અનંત જેમનો વિસ્‍તાર અનંત છે.

  બાપુએ કહ્યું કે શાષા, રાજા અનેસ્ત્રી કોઈને આધીન ન થાય.સ્ત્રી શ્રદ્ધા છે.જ્‍યારે પુરૂષ વિશ્વાસ છે. લહેરો ના કારણે સમુદ્ર છે. સમુદ્રને કારણે લહેરો નથી. બાપુએ જણાવ્‍યું હતું કે મારી પ્રથમ પાંચ કથા તલગાજરડા જ કરી. પરમાત્‍માની કથા હોય મોરારીબાપુની શું કથા હોય.!

‘હરિ અનંત હરિ કથા અનંતા' મારે કથા ઘર ઘર સુધી ઘટ ઘટ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવો  છે. વધુમાં જણાવતા કહ્યું શ્નરામનામ આશ્રિત રામાયણના આશ્રિત સાધુના આશ્રિતો એ એમની નજરમાંથી નીચે ઉતરી ન જવા જોઈએ. હાલ લેવલ ઘટી ગયું છે.ને લેબલ વધી ગયું છે.હાલ કોની પાસે બેસવું એ એક મોટો પ્રશ્ન થઈ ગયો છે. જુનાગઢ કથા શોભાયાત્રામાં હાથી પર બેસાડી દીધા બાદ સંકલ્‍પ કરેલ સમાજ ગધેડા પર બેસાડે એ પહેલાં આપણે આપણી જાતે ગધેડા પર બેસી જવું. એ પણ થઈ ગયું કચ્‍છની કથામાં ગધેડા પર પણ બેસી લીધું. વિદ્વાવાનો પાસેથી કંઇક લઈ છેવાડાનાં પાણી વાળતા માણસા  સુધી  પહોચાડવાનો મારો પ્રયાસ છે.

શિવ પાર્વતી ચરિતએનો મહીમા વર્ણવતતા બાપુએ  હિમાલયની કથા આગળ ધપાવી હતી. હિમાલયને ત્‍યાં શ્રદ્ધારૂપી દીકરીનો જન્‍મ થયો.

બાપુએ સમાજને પ્રાર્થના કરતા કહ્યું દીકરાનો જન્‍મ થાય જેવો ઉત્‍સવ  દીકરીનાં જન્‍મ સમયે પણ ઉજવો. કળષ્‍ણ કહે છે. દીકરી જન્‍મે ત્‍યારે સાત પ્રકાર ની વિભૂતિ નો જન્‍મ થાય છે. દુર્ગાના હજાર નામ છે.એમ ભગવાન વિષ્‍ણુ ના  હજાર નામો છે.મૌન ની વ્‍યાખ્‍યા આપતા બાપુ એ જણાવ્‍યું હતું કે શાંતિ અને સત્‍વ ની ઉર્જા નળત્‍ય કરે તેનું નામ મૌન,મૌન એટલે જડતા નહીં. દીકરીના બાપને ઘર અને વર ખૂબ મહત્‍વ હોય છે.દક્ષ નારદ સંવાદમાં સતીના ભાગ્‍ય જુએ છે. એનો સુંદર મર્મ સમજાવ્‍યો હતો.રામચરિત માનસ એક આખું નભમંડળ છે.જેમાંથી એક પણ તારો હજુ સુધી ખર્યો નથી.રામાયણને  માનો કે ન માનો રામાયણ તમને મુકશે નહીં એથી દરેક કામ છોડી દો પરંતુ રામકથાના છોડો.૧૦૮ પરમ તત્‍વ એ રામાયણ ને ગાય છે. રામાયણ ગીતાને ઘરમાં રાખજો પાઠ થાય કે ન થાય તો કંઈ નહીં ઘરમાં સદગ્રંથ રાખો.

જે માર્ગ દેવતાઓનો છે ત્‍યાં મૂર્ખાઓ દોડવા લાગ્‍યા છે. ચોવીસ કલાક પ્રસન્ન રહેવું મોઢું ચડાવી ન બેસવું મગજ શાંત રાખવો, હૃદય ગરમ રાખવું.

 બાપુ એ કહ્યું ગોંડલની કથામાં મજા ખૂબ આવી. હવે   આવી કથા થાય ન થાય એ ખ્‍યાલ નથી આથી સવાઇ પણ થાય, પરંતુ આ અવસર પર મજા ખૂબ આવી.ઈમાનદારનો પૈસો જ કથામાં વપરાય છે.સદકર્મ સાચું જ સ્‍વીકારે છે.

કથા વિરામ સમયે શિવકથાનું ગાન બાદ બાપૂએ રામજન્‍મની કથા જણાવી હતી.કથા પંડાલમાં આજે રામજન્‍મ ઉત્‍સવની ઉજવણી થવા પામી હતી

(12:23 PM IST)