News of Friday, 24th May 2024
શ્રીનાથજી સોસાયટીમાં એમપીના ૩૬ વર્ષના વિક્રમ રાઠોડનું હાર્ટએટેકથી મોત
સવારે છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ ઢળી પડયોઃ સિવિલમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૪: હૃદય રોગના હુમલાથી મૃત્યુના વધુ એક બનાવમાં મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટી-૨માં રહેતાં મુળ એમપીના વિક્રમ બદરીભાઇ રાઠોડ (ઉ.વ.૩૬) સવારે ચારેક વાગ્યે ઘરે હતો ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર વિક્રમ બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર તથા ચાર પુત્રી છે. પોતે કડીયા કામની મજૂરી કરતો હતો. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
