<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

ચોટીલામાં સિકયોરીટી ગાર્ડ સાથે માથાકુટ થતા

કિન્નરોએ હાઇવે ઉપર રસ્‍તા રોકો કરતા પોલીસમાં દોડધામ ચામુંડા તળેટીની માથાકુટનો મામલો પોલીસ મથકે પહોંચ્‍યો!

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા.૨૪: ચોટીલા ચામુંડા તળેટી પંથકમાં ભિક્ષાવળત્તિ કરતા કિન્નરો અને સિકયુરિટી ગાર્ડ વચ્‍ચે માથાકૂટ થતા કિન્નરો હાઇવે રોડ ઉપર રસ્‍તારોકો કરતા પોલીસ દોડી આવી હતી અને મામલો પોલીસ મથકે પહોચ્‍યો હતો. સમગ્ર મામલે કિન્નર અગ્રણી પરી દે એ રજૂઆત કરતા જણાવ્‍યું હતું કે તેઓ વર્ષો થઈ ચામુંડા મંદિરે ભીક્ષાવળતિ કરી છે ગુજરાન ચલાવે છે આ સમયે સિકયુરિટી ગાર્ડ ડંડા ધોકા મારી ગાળો આપી ભગાડે છે. તેઓ કોઈને હેરાન કરતાં નથી ભીક્ષા જ માંગે છે તેમને જલીલ કરી બહાર કાઢી મુક્‍તા હોવાનું તેમજ ગાર્ડ પૈસાની માંગ કરતા હોવાનો આક્ષેપ કરી તેમને ન્‍યાય આપવાની માંગ કરેલ છે. બુધ્‍ધ પૂર્ણીમાનાં દિવસે ગાર્ડ માથાકૂટ થતા ૧૦ થી વધુ કિન્નરો હાઇવે રોડ ઉપર પહોચી ગયા હતા અને રસ્‍તા રોકો રોષ વ્‍યક્‍ત કરતા પોલીસ દોડી આવેલ હતી અને સમજાવી થોડા સમયમાં વાહન વ્‍યવહાર પૂર્વવત કરાવ્‍યો હતો અને તમામની આ મામલે અરજી લઇ મામલો હાલ પુરતો થાળે પાડ્‍યો હતો

(1:43 PM IST)