<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

રાજુલામાં માથાભારે શખ્‍સ શિવા ધાખડાની કાર ઉપર ફાયરીંગ કરનાર ૪ ઝડપાયા

(અરવિંદ  નિર્મળ દ્વારા) અમરેલી,તા.૨૪ : રાજુલા વિસ્‍તારમાં દબદબો ધરાવતા માથાભારે શખ્‍સ શિવા ધાખડા પર ફાયરિંગ થતા ચકચાર મચી ગઈ હતી.ખાંભા નજીકના પીપળવાથી ચતુરી રોડ વચ્‍ચે રાત્રીના સમયે ફાયરિંગનો બનાવ બન્‍યો હતો.માહિતી પ્રમાણે,બે જેટલી કારમાં કેટલાક શખ્‍સો સવાર થઈને આવ્‍યા હતા અને તેના દ્વારા શિવા ધાખડાની સ્‍કોર્પિયો કારનો પીછો કરીને અને પાછળથી ગાડી ભટકાડીને બે રાઉન્‍ડ જેટલા ફાયરિંગ કર્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.તો આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ દોડતી થઇ હતી અને ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી.આ બનાવને પગલે અમરેલી એસપી,એએસપી સહિતનો કાફલો ઘટના સ્‍થળ પર પહોંચ્‍યો હતો અને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.

 જૂની અદાવતને કારણે ૮ જેટલા શખ્‍સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્‍યું હોવાનું સામે આવી રહ્યું છે.જોકે પોલીસે ૪ જેટલા શખ્‍સોને ફરિયાદી શિવા લાલાભાઇ ધાખડાની ફરિયાદના આધારે પકડી પાડ્‍યા હોવાનું સામે આવી રહ્યું છે.જોકે આ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનુ જણાવેલ હતું.પોલીસ તપાસ બાદ આ મામલે વધુ ખુલાસાઓ થઇ શકે છે અને કારણો સામે આવી શકે છે.

(1:49 PM IST)