News of Friday, 24th May 2024
વિંછીયાના મોટા માત્રા ગામ પાસે દારૂ-બિયરનો જથ્થો કારમાં ઝડપાયોઃ ૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ,તા. ૨૪: રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડની સુચનાથી દારૂ ઝડપી લેવાયો છે.
વિંછીયા ઓરી રોડ પર મોટા માત્રા ગામના પાટીયાથી આગળ આવેલ ધારના કાચા રસ્તેથી વિદેશી દારૂ ભરેલ ટોયોટો કંપની ઇનોવા ક્રિસ્ટા ફોર વ્હીલમાંથી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો તથા બીયર ટીન સાથે વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી વિંછીયા પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
ઇશ્વર ઉર્ફે ઇશો ભવાનભાઇ બાવળીયા, રહે. મોટા માત્રા, તા. વિંછીયા, જી.રાજકોટ નાશી છૂટયો છે. જ્યારે વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-૨૧૯૨ કિ.રૂ. ૧,૮૪,૨૦૦, બીયર ટીન નંગ-૨૧૬, કિ.રૂા. ૨૧,૬૦૦, ટોયોટો કંપની ઇનોવા ક્રિસ્ટા ફોર વ્હીલ કિ. રૂા. ૧૦,૦૦,૦૦૦ સહિત રૂા. ૧૨,૦૫,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ કામગીરી રાજકોટ ગ્રામ્ય એલસીબીના પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહિલ, પો.સબ.ઇન્સ. ડી.જી.બડવા, એ.એસ.આઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, પો.હેડ કોન્સ. જીતેન્દ્રભાઇ ગોહિલ, ધર્મેશભાઇ બાવળીયા, પો.કોન્સ. ભોજાભાઇ ત્રમટા, મથુરભાઇ વાસાણી, ભાવેશભાઇ મકવાણા, રસિકભાઇ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા એલ.સી.બી. ટીમનો સ્ટાફ જોડાયેલ હતો.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
